દિવાળીના શુભ પર્વ નિમિત્તે આદિત્ય ફાઈન આર્ટ્સ દ્વારા રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શનનું આયોજન તારીખ 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી વેદિકા આર્ટ ગેલેરી, વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝમાં યોજવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં ભિન્ન ભિન્ન વિષયોને આવરી લેવામાં આવ્યા છે, જેમકે ભારતનું ગૌરવ, હૂંફ, પ્રથમેશ, આત્મનિર્ભર, કાર્યરત, લોહપુરુષ સરદાર પટેલ, પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદ વગેરે.
ખાસ વાત તો એ છે કે, આ રંગોળી કોઈ ચિત્રકાર કે કલાકારો દ્વારા બનાવવામાં નથી આવેલ પરંતુ સામાન્ય લોકો જેવા કે વિદ્યાર્થી, સેવ-ઉસળવાળા, નોકરી કરનારા, મંદિરના પૂજારી, વગેરે. જેઓ કોઈ પણ પ્રકારે આર્ટ વિષયના નિષ્ણાત નથી. છતાં પણ ખૂબ જ સુંદર રીતે આર્ટનું પ્રદર્શન કરેલ છે. આ રંગોળી બનાવતા તેમને 4 દિવસનો સમય લાગેલ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર