Home /News /madhya-gujarat /Vadodara: દેશના 75 વિભૂતિઓને સમર્પિત આ રંગોળીને મળ્યું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન; આટલા કિલો રંગ વપરાયો

Vadodara: દેશના 75 વિભૂતિઓને સમર્પિત આ રંગોળીને મળ્યું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન; આટલા કિલો રંગ વપરાયો

X
દેશની

દેશની 75 જેટલી વિભૂતિઓના પોર્ટ્રેટ સાથે વિશ્વના નકશા સાથેની રંગોલી તૈયાર કરાઈ..

સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડોદરાના વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં 75 ફૂટની ભારત માતા અને દેશની અલગ અલગ વિભૂતિઓ દર્શાવતી ખાસ રંગોલી તૈયાર કરવામાં આવી છે. સહજ રંગોળી ગ્રૂપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું

    Nidhi dave,Vadodara: સ્વતંત્રતા પર્વ ( Independence week ) નિમિત્તે વડોદરાના વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં ( Ved Transcube Plaza ) 75 ફૂટની ભારત માતા અનેદેશની અલગ અલગ વિભૂતિઓ દર્શાવતી ખાસ રંગોલી તૈયાર કરવામાં આવી છે. અમૃત મહોત્સવ ( Aazadi ka Amrut Mahotsav ) અંતર્ગત સમગ્ર દેશ અને રાજ્યમાં થઈ રહેલા અલગ અલગ ઉત્સવના ભાગરૂપે નાગરિકો પોતાનું રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરી રહ્યા છે. તેવામાં વડોદરાના સહજ રંગોળી ગ્રુપના રંગોળી (Sahaj Rangoli Group) કલાકારો દ્વારા પણ વિશેષ શહેરના વેદ ટ્રાન્સકયુબ પ્લાઝામાં રંગોલી તૈયાર કરવામાં આવી છે.

    75 ફૂટની મહાકાય રંગોળીને પ્રાપ્ત થયું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ

    વડોદરાના 20 જેટલા કલાકારોએ છેલ્લા 15 દિવસથી થઈ રહેલી આ મહેનતને લઈને આપણા આપણા દેશની 75 જેટલી વિભૂતિઓના પોર્ટ્રેટ સાથે વિશ્વના નકશા સાથેની રંગોલી તૈયાર કરવામાં આવી છે. રંગોલીની વિશેષતા છે કે, તિરંગા થીમ ઉપર તૈયાર કરાયેલી આ રંગોલીમાં તિરંગા ઉપર વિશ્વનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. જેથી સમગ્ર વિશ્વ તિરંગામય થયું છે તેવો સંદેશો આપી શકાય, સાથે જ રંગોલીમાં તૈયાર કરાયેલો ભારતનાનકશા ઉપર ભારત માતાનું વિશેષ ચિત્ર અને સાથે જ ગુજરાતના ભાગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તૈયાર કરાયા છે.

    સહજ રંગોળી ગ્રૂપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ એનાયત

    વડોદરા શહેરના મોલમાં તૈયાર કરાયેલી આ રંગોલીને લઈને સહજ રંગોળી ગ્રૂપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. ત્યારે આ રંગોળીને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો પણ સમગ્ર દિવસ દરમિયાન અહીંયા આવી રહ્યા છે. તદુપરાંત રંગોળીમાં ખાસ શાયર ઝવેરચંદ મેઘાણી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, કપિલ દેવ, એપીજે અબ્દુલ કલામ, સહિત અન્ય મહાનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 400 કિલો જેટલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો :ભૂચર મોરીના શહિદોને આ રીતે રાજપૂત યુવાનો આપશે શ્રદ્ધાંજલિ; અનોખો છે વીડિયો



    આ વિશાળ રંગોળી બનાવામાં કુલ 20 કલાકારોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.જેઓનું નામ આ પ્રમાણે છે.કમલેશ વ્યાસ, મીના વ્યાસ, પ્રેરણા વ્યાસ, તેજસ પટેલ, પ્રજ્ઞા બેંકર, સીમા પરમાર, સુનિતા કોઠારી, નીના જોશી, રચના સોની, જ્યોતિ પટેલ, હેમા જોશી, આકાંક્ષા જડિયા, ધ્વનિ ખત્રી, ખુશ્બુ પટેલ, નીલુ સુથાર, હર્ષિતા પ્રજાપતિ, રોહિણી જાદવ, નિહારિકા રાઠોડ ભેગા મળીને આ અદભૂત રંગોળી બનાવી હતી.જેનેવર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
    First published:

    Tags: Aazadi ka amrut mahotsav, Rangoli, Vadoadara

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો