Home /News /madhya-gujarat /Vadodara: આ યોજનાથી દીકરીઓ થશે સમૃદ્ધ, ખાતુ ખોલાવવાનાં આટલા થશે ફાયદા, જૂઓ Video

Vadodara: આ યોજનાથી દીકરીઓ થશે સમૃદ્ધ, ખાતુ ખોલાવવાનાં આટલા થશે ફાયદા, જૂઓ Video

X
રેલીનું

રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

કડીમાં સુકન્યા સમૃદ્ધિ ખાતાના વિવિધ ફાયદાઓ વિષે લોકોને માહિતગાર અને જાગૃત કરવાનાં ઉદેશ્યથી દક્ષિણ ગુજરાત પોસ્ટલ ક્ષેત્ર દ્વારા શક્તિરૂપેણ અભિયાન અંતર્ગત વિશેષ રેલી યોજવામાં આવી હતી.

Nidhi Dave, Vadodara: ભારતીય ટપાલ વિભાગ અમૃતપેક્સ -2023ના ઉજવણીના ભાગ રૂપે દેશની દીકરીઓનું ભવિષ્ય સલામત કરવાના હેતુથી કુલ 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવાનો સંકલ્પ લીધો છે. આ કડીમાં સુકન્યા સમૃદ્ધિ ખાતાના વિવિધ ફાયદાઓ વિષે લોકોને માહિતગાર અને જાગૃત કરવાનાં ઉદેશ્યથી દક્ષિણ ગુજરાત પોસ્ટલ ક્ષેત્ર દ્વારા "શક્તિરૂપેણ અભિયાન\" અંતર્ગત વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છ.

મારી દીકરી સમૃદ્ધ દીકરી

પોસ્ટમાસ્તર જનરલ પ્રીતિ અગ્રવાલે જણાવ્યું હતું કે, સંચાર રાજ્ય મંત્રી - ભારત સરકારના દેવુ સિંહ ચૌહાણ દ્વારા ગુજરાત ટપાલ વિભાગ માટે તારીખ 16 જૂન, 2022 ના રોજ "મારી દીકરી સમૃદ્ધ દીકરી" અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે તારીખ 30 સપ્ટેમ્બર, 2022માં અમલીકરણમાં આવ્યું. જેમાં દક્ષિણ ગુજરાત પોસ્ટલ ક્ષેત્ર દ્વારા કુલ 1,10,811 ખાતા ખોલવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2022-23માં અત્યાર સુધી કુલ 1,39,657 ખાતા ખોલીને દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કર્યા છે.

દક્ષિણ ગુજરાત ક્ષેત્ર 5.45 લાખ ખાતા ખોલવામાં આવ્યાં

પ્રીતિ અગ્રવાલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ક્ષેત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 5,45,968 ખાતા ખોલવામાં આવ્યા છે. જે પરિવારમાં 10 વર્ષથી ઓછી આયુ વાળી દીકરીઓ હોય તેવી દીકરીઓ માટે અચૂકથી "બેટી બચાઓ બેટી પઢાઓ" અભિયાન અંતર્ગત શરૂ થયેલી સરકારની લાભદાયી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીઓનું ભવિષ્ય સલામત બનાવવાનો આગ્રહ પણ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત દક્ષિણ ગુજરાત પોસ્ટલ ક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
First published:

Tags: Girl child, Local 18, Sukanya Yojana, Vadodara

विज्ञापन