Home /News /madhya-gujarat /

Vadodara : બજારમાં આવી 'સમોસા' અને 'પાવભાજી' રાખડી, Foodie ભાઈઓ માટે અનોખી વેરાઇટી

Vadodara : બજારમાં આવી 'સમોસા' અને 'પાવભાજી' રાખડી, Foodie ભાઈઓ માટે અનોખી વેરાઇટી

વડોદરાના

વડોદરાના બજારમાં આવી અવનવી રાખડીઓ જાણો શું છે રક્ષાબંધનમાં ખાસ

Vadodara Raksha Bandhan Unique Rakhis : શું તમારો ભઈલો પણ ફૂડનો શોખીન છે? શું તમે કોઈ નવીન રાખડી બાંધવા માંગો છો, તો જુઓ આ ખાસ અહેવાલ, કેવી છે રક્ષાબંધન પહેલાં બજારમાં આવેલી યુનિક રાખડીઓ

    Samosa-Pav Bhaji Rakhi :  ઘણા લાંબા વિરામ બાદ હવે ફરી એક વખત વડોદરાવાસીઓમાં (Vadodara)  આનંદ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. કોરોનાને (Coronavirus)  લીધે લોકોમાં નિરાશા જોવા મળતી હતી, જે હવે જાણે દૂર થઈ ગઈ છે એવું જોવા મળ્યું. વડોદરા શહેરના બજારોમાં (Vadodara Rakhi Market) આવનારા તહેવારો જેમકે 15મી ઓગષ્ટ, રક્ષાબંધનની રોનક જોવા મળી.  આ વખતે બજારમાં ઘણા નવા પ્રકારની રાખડીઓ કલેક્શન જોવા મળી રહ્યું છે. પેહલાના સમયમાં એક સાદો લાલ કલરનો દોરો ભાઈને બાંધી દેવામાં આવતો હતો. વધારેમાં વધારે ગોટાવાળી રાખડીનો આવતી હતી. પરંતુ સમયની સાથે સાથે રાખડીઓમાં પણ નવા રૂપ, રંગ, અવતાર જોવા મળી રહ્યા છે. ભાભી રાખડી, રુદ્રાક્ષની રાખડી, ડાયમંડની રાખડીઓ સૌથી વધારે બહેનો લેવાનું પસંદ કરતી હોય છે. જોકે, આ વખતે રાખડીમાં સમોસા અને પાવભાજીની ડિઝાઇન જોવા મળી રહી છે.

    બજારમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે- વાનગીની રાખડી. વાનગીની રાખડીમાં અલગ અલગ પ્રકારની વાનગીઓને (Food dishes in Rakhi) લઈને રાખડી બનાવવામાં આવી છે. જેમકે, સમોસાની રાખડી, ઢોસાની રાખડી, ખમણની રાખડી, પાવ-ભાજીની રાખડી. ભાઈને મનગમતી વાનગીની રાખડી બહેનો હવે બાંધી શકશે. તદુંપરાંત રક્ષાબંધ નિમિતે શુભેચ્છાના કાર્ડ્સ પણ બજારમાં આવી ગયા. જે બહેનના ભાઈ બીજા શહેરમાં રહેતા હોય તેઓ આ પ્રકારના કાર્ડ્સ અને રાખડી પોસ્ટ કરી શકે છે.

    શહેરમાં 15મી ઓગસ્ટ પહેલા જ માર્ગો પર તિરંગા ને લઈ દેશભક્તિનો માહોલ 
    જ્યારે 4 દિવસ બાદ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની રોનક શહેરમાં જોવા મળી રહી છે. બીજા બધા તહેવારોની સાથે-સાથે લોકોમાં દેશભક્તિ પણ જોવા મળી રહી છે. શહેરમાં ઠેર-ઠેર તિરંગાઓ ફરકી રહ્યા છે. કોરોનાને લીધે જાહેરમાં તો પ્રોગ્રામ નહિ થાય પરંતુ લોકો પોતાના ઘર માટે પણ તિરંગા લઈ જતા નજરે ચડ્યા છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ દેશ માટેની ભક્તિ ક્યારેય ઓછી નહિ થાય.

    સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તિરંગાઓની સાથે-સાથે તિરંગા જેવી પાઘડી, હાથમાં પહેરવાનું કડુ, બેચ, માળાઓ, વગેરે જેવી વસ્તુઓ જોવા મળી રહી છે. આ પ્રકારે વડોદરા શહેરમાં તહેવારને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આખા શહેરનું વાતાવરણ પણ તહેવારમય બની ગયું હોય તેવો એક અદભુત અહેસાસ થઈ રહ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Rakhi, Rakshabandhan, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन