Home /News /madhya-gujarat /

તહેવારોનો માહોલ: વડોદરામાં બનતી રાખડીઓની મુંબઈ સુધી માંગ, દશામાની મૂર્તિ માટે ભક્તોની ભીડ

તહેવારોનો માહોલ: વડોદરામાં બનતી રાખડીઓની મુંબઈ સુધી માંગ, દશામાની મૂર્તિ માટે ભક્તોની ભીડ

વડોદરા

વડોદરા શહેરમાં બનતી રાખડીઓની મુંબઈ સુધી માગ, દશામાની મૂર્તિ માટે ભક્તોની ભીડ

વડોદરા શહેરના કરોલિયા પોળ ખાતે આવેલ પૂજા રાખડી દ્વારા છેલ્લા 28 વર્ષથી ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવે છે

    1. વડોદરા શહેરમાં તહેવારોનો માહોલ સર્જાયો, એની સામે તંત્રની તૈયારીઓ કેટલી?

    રવિવારથી  દશામાની મૂર્તિ સ્થાપના થવાની છે. ત્યારે આજે માઈ ભક્તો માતાજીની મૂર્તિ લઈ જતા નજરે ચડ્યા હતા. ભક્તોમાં હર્ષોઉલ્લાસ જોવા મળ્યો. તેઓ પુરી આસ્થા અને શ્રદ્ધાથી માતાજીને તેડવા આવેલા.

    અહીંયા મુખ્ય વાત એ છે કે, આ તમામ માતાજીની મૂર્તિઓ P.O.P.થી બનાવવામાં આવેલી છે. સરકાર દ્વારા 4 ફૂટની મૂર્તિની મંજૂરી તો આપવામાં આવી છે, પરંતુ આ મૂર્તિઓના વિસર્જનની સુવિધા કરી આપવામાં આવી નથી. એવું કહેવામાં આવેલ છે કે, આ મૂર્તિઓને ઘરમાં જ વિસર્જિત કરવી, પરંતુ P.O.P.ની મૂર્તિ જે મહિનાઓ સુધી ઓગળતી નથી, તો કઈ રીતે ઘરમાં વિસર્જિત કરી શકાય. મૂર્તિ વિસર્જનને લઈને સરકારે જે ગાઈડ લાઈન બહાર પાડી છે તેને લઈને ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.

    ઉપરાંત હાલમાં પાણીથી થતા રોગનો ફેલાવો થઈ રહ્યો છે. ખબર એ નથી પડી રહી કે ખોટું કોણ છે - ભક્તો કે તંત્ર?? કાંતો ભક્તો ભક્તિમાં આંધળા થઈ ગયા છે અથવા તો સરકારને આ પરિસ્થિતિની ગંભીરતા સમજાતી નથી. સરકારે જો તહેવાર ઉજવવાની મંજૂરી આપી, તો એની સામે મૂર્તિઓના વિસર્જનની પણ તૈયારી પહેલેથી કરવાની જરૂર હતી.

    2. કરોળિયા પોળ ખાતે આવેલ પૂજા રાખડી દ્વારા ચલાવવામાં આવતો ગૃહ ઉદ્યોગ

    વડોદરા શહેરના કરોલિયા પોળ ખાતે આવેલ પૂજા રાખડી દ્વારા છેલ્લા 28 વર્ષથી ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવે છે. આ ગૃહ ઉદ્યોગમાં 80-100 જેટલી મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવે છે. અહીંયા તમામ વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવે છે. ગુહ ઉદ્યોગના સંચાલક ગોપાલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ગુહ ઉદ્યોગનો મુખ્ય હેતુ લોકોને રોજગાર પૂરો પાડવાનો છે. ગૃહ ઉદ્યોગ એ રોજગારની જીવાદોરી છે.

    રાખડીમાં વપરાતું મટીરીયલ પણ આ ગૃહ ઉદ્યોગ જાતે જ બનાવે છે. ગૃહ ઉદ્યોગથી મહિલાઓ કાર્યરત રહે છે અને પોતાની કલાનું પ્રદર્શન પણ કરી શકે છે. ગૃહ ઉદ્યોગથી મહિલા આત્મનિર્ભર બની શકે છે, તેથી આ પ્રકારના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહ આપવું જરૂરી છે. આ રોજગારથી મહિલાને મહિનાની ચારથી પાંચ હજારની આવક થાય છે. અહીંયા બનતી રાખડીઓને મુંબઈ, પુણે, જયપુર, દિલ્હી, અમદાવાદ, ઇન્દોર આ તમામ સ્થળે સપ્લાય કરવામાં આવે છે.
    First published:

    Tags: Festival Time, Happiness, Vadodara City, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन