Home /News /madhya-gujarat /

Vadodara: ચટાકેદાર રાજુ પટ્ટી સમોસા, એક વાર ખાસો તો ક્યારેય નહીં ભૂલી શકો સ્વાદ

Vadodara: ચટાકેદાર રાજુ પટ્ટી સમોસા, એક વાર ખાસો તો ક્યારેય નહીં ભૂલી શકો સ્વાદ

પટ્ટી

પટ્ટી સમોસા ખાવા લોકો દૂર-દૂરથી વહેલી સવારે આવતા હોય છે. 

વડોદરાવાસીઓ ખાવાના ખૂબ જ શોખીન છે. જેથી વડોદરામાં ખુબજ અવનવી પ્રકારની જુદી જુદી જાતની દુકાનો અને હોટેલો આવેલી છે. જેમાં ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો અને જમવાનું મળતું હોય છે. શહેરના સૂરસાગરની પાળે રાજુ પટ્ટી સમોસા કરીને એક જૂની અને જાણીતી પ્રખ્યાત દુકાન આવેલી છે.

વધુ જુઓ ...
    નિધિ દવે, વડોદરા: વડોદરાવાસીઓ ખાવાના ખૂબ જ શોખીન છે. જેથી વડોદરામાં ખુબજ અવનવી પ્રકારની જુદી જુદી જાતની દુકાનો અને હોટેલો આવેલી છે. જેમાં ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો (Tasty Breakfast) અને જમવાનું મળતું હોય છે. શહેરના સૂરસાગરની (Sursagar) પાળે રાજુ પટ્ટી સમોસા (Raju Patti Samosa) કરીને એક જૂની અને જાણીતી પ્રખ્યાત (Famous) દુકાન આવેલી છે. અહીંયાના પટ્ટી સમોસા ખાવા લોકો દૂર-દૂરથી વહેલી સવારે (Early Morning) આવતા હોય છે.

    વડોદરા શહેરમાં નાના બાળકોને પણ ખબર હોય છે કે, રાજુના પટ્ટી સમોસા ક્યાં મળે અને એનો સ્વાદ કેવો હોય. કયા ઘણી જાતના પટ્ટી સમોસા ઉપલબ્ધ હોય છે જેમાં ખાસ કરીને ડુંગળી બટાકાના સમોસા, ચાઈનીઝ સમોસા, પનીરના સમોસા લોકો ખૂબ જ ખાતા હોય છે. તદુપરાંત અહીંનો ભાવ પણ એવો રાખવામાં આવ્યો છે કે કોઈ પણ વર્ગના લોકો આ સમોસાને ખાઈ શકે. અને આ કારણે જ રાજુભાઇના પટ્ટી સમોસા ખૂબ જ પ્રખ્યાત છે.

    આ પણ વાંચો: Dhandhuka murder કેસમાં નવા ખુલાસા: મૌલાના આયુબયે લખેલી પુસ્તક વિમોચનમાં ઉસમાની અને શબ્બીર

    રાજુ પટ્ટી સમોસાના માલિક રમેશભાઈ જણાવ્યું હતું કે, તેઓ મૂળ દક્ષિણ ભારતના છે અને તેઓ ખાસ બિઝનેસ કરવા માટે જ વડોદરા આવ્યા હતા. ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલા તેઓ બરોડા આવીને સમોસાનો ધંધો શરૂ કર્યો હતો. જે આજે ખૂબ જ જામી ગયો છે અને તેઓ પણ ખૂબ જ ખુશ છે આ વાત જાણીને કે લોકોને એમના પટ્ટી સમોસા ખુબજ ભાવે છે. જો તમે બરોડાના હોવ કે બરોડાની બહારના હોવ, એકવાર જરૂરથી રાજુ પટ્ટી સમોસા ખાજો, હંમેશા માટે એનો સ્વાદ તમારા મોઢામાં રહી જશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन