અમદાવાદ,વડોદરા,મોડાસાઃ રાહુલ ગાંધીની દિલ્હીમાં આજે અટકાયત કરાઇ છે. જો કે તેમને થોડા સમય બાદ છોડી મુકવામાં આવ્યા છે પરંતુ રાહુલની આ અટકાયતના વિરોધમાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં કોંગ્રેસીઓ રસ્તા પર ઉતર્યા છે.

રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમા અમદાવાદમા કોંગ્રેસના ધરણા યોજાયા છે.આશ્રમ રોડ પર કોંગ્રેસ કાર્યકરોએ સુત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ હતી.
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરા ચાર રસ્તા પાસે ચક્કાજામ કરાયો હતો. રાહુલ ગાંધીની અટકાયત કરવાના વિરોધમા ચક્કાજામ કરાયો હતો.10 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઇ હતી. અરવલ્લી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. શામળાજી ખાતે જીલ્લા કોંગ્રેસ કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરતા 15 કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.ભિલોડા ધારાસભ્ય અનીલ જોષીયારા-જીલ્લા કોંગ્રેસ પ્રમુખની પણ પોલીસે અટકાયત કરી હતી.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરાતા ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીની અટકાયતનો શું હતો મામલો જાણો
વન રેન્ક વન પેન્શનની માંગ સાથે ધરણા પર બેઠેલા પૂર્વ સૈનિકે દિલ્હીના જંતર મંતર પર આત્મહત્યા કરી લેતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેઓના પરિવારજનોને મળવા પહોચ્યા હતા તે દરમ્યાન દિલ્હી પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. જેના પગલે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે.ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દિલ્હી પોલીસના આ પગલાને વખોડી નાખવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરાયા હતા.કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાહુલ ગાંધીથી ગભરાઈ ગઈ છે માટે આવા પગલાં ભારે છે.