Home /News /madhya-gujarat /Vintage car rally: રાહુલ ગજ્જરની સેવરોલેટ વિન્ટેજ કાર રેલી માટે પસંદગી પામી

Vintage car rally: રાહુલ ગજ્જરની સેવરોલેટ વિન્ટેજ કાર રેલી માટે પસંદગી પામી

રાહુલ

રાહુલ ગજ્જરની 1947 સેવરોલેટ કારની પસંદગી 21 ગન સેલ્યુટ કોન્કોર્સ 2023માં થઈ...

વડોદરાવાસી અને નામાકિંત ફોટોગ્રાફર રાહુલ ગજ્જરની 1947 સેવરોલેટ કાર 21 ગન સેલ્યુટ કોન્કોર્સ 2023માં પસંદ થઈ છે. આ 21 ગન સેલ્યુટની 10મી આવૃત્તિ છે. તેમની કારની ઇન્ડિયન હેરિટેઝ ક્લાસમાં પસંદગી પામી છે.

    Nidhi Dave, Vadodara: વડોદરાવાસીઓ માટે એક ખુશખબર છે. આ વર્ષે ઇન્ટરનેશનલ વિન્ટેજકાર એક્ઝિબિશન અને કોમ્પિટિશન વડોદરામાં યોજાનાર છે.તેમાં વડોદરાવાસી અને નામાકિંત ફોટોગ્રાફર રાહુલ ગજ્જરની 1947 સેવરોલેટ કાર (1947 Chevrolet Fleet master) 21 ગન સેલ્યુટ કોન્કોર્સ 2023માં (21 Gun Salute International Vintage Car Rally & Concours Show ) પસંદ થઈ છે. આ 21 ગન સેલ્યુટની 10મી આવૃત્તિ છે. તેમની કારની ઇન્ડિયન હેરિટેઝ ક્લાસ (Cars with an engine capacity above 2000cc)માં પસંદગી પામી છે.

    આ વિન્ટેજ કાર રેલીમાં આખા વિશ્વમાંથી 100 જેટલી વિન્ટેજ કારને આમંત્રણ આપવામાં આવશે. 21 ગન સેલ્યુટ આ વખતે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાશે. આ કાર રેલી જાન્યુઆરીની 6, 7 અને 8 તારીખે યોજાશે. 21 ગન સેલ્યુટમાં વિન્ટેજ કારનું એક્ઝિબિશન અને કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે. જેમાં અલગ અલગ ક્લાસ પણ હોય છે. જેમકે, મહારાજા ક્લાસ, પ્રાયવેટ ક્લાસ, સ્કૂટર, મોટર સાયકલ, વગેરે. એક સાથે 100થી વધુ વિન્ટેજ કારને શહેરીજનો જાન્યુઆરીમાં નિહાળી શકશે.

    આ પણ વાંચો: Environment Friendly Ganesha : વડોદરાની આ મહિલાઓ બનાવે છે ગણેશજીની વિશેષ મૂર્તિ; વિસર્જન બાદ ઉછેરી શકાશે વૃક્ષ

    આ ઇવેન્ટમાં વિન્ટેજ કારની પસંદગી માટે ખાસ માપદંડ હોય છે કે, કેટલા વર્ષ જૂની કાર છે, કારના કેટલા પાર્ટ્સ ઓરીજીનલ છે, આ બધી બાબતને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. જે જજ હોય છે, એ જ જોતા હોય છે કે આ કારમાં કેટલા ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં બે બાબતની છૂટ આપવા આવે છે કે, કારનો ડાયનામો બદલી અને બ્રેક, આ બે વસ્તુઓ બદલી શકાય છે.



    વડોદરા શહેરમાં 15 થી 20 જેટલી વિન્ટેજ કાર આજે પણ જોવા મળે. આમાંથી વડોદરા શહેરના નામાંકિત ફોટોગ્રાફર રાહુલ ગજ્જર પાસે હાલમાં ચાર વિન્ટેજ કાર છે.રાહુલ ગજ્જરના પિતાજી જમનભાઈ ગજ્જર, જેમને વિન્ટેજ કાર કલેક્શનનો ખૂબ જ શોખ હતો. એમની પાસે 17 જેટલી વિન્ટેજ કારનું કલેક્શન હતું. પિતાનો વારસો અને યાદગીરી રાહુલ ગજ્જરે જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરે છે. તેમની પાસે 1947ની સેવરોલેટ ફિટ માસ્ટર કાર છે, જે બીજા વિશ્વ યુદ્ધ પછીનું મોડેલ છે. આ કાર 3.6 લીટર એટલે કે 3600 સીસીની કાર છે. જેને ફોર ડોર સેડાન કહેવાય.

    આ પણ વાંચો: 68 વર્ષીય નીલાબેને દોરેલા રીયલ અને મોડર્ન આર્ટને રજૂ કરતા પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાયા; આ છે ખાસિયત

    62 વર્ષીય રાહુલ ગજ્જરની 75 વર્ષ જૂની વિન્ટેજ કાર છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 1982માં જયારે પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો, ત્યારે આ કારને ગેરેજમાં મૂકી દીધી હતી. અને 40 વર્ષ પછી આ કારને રીસ્ટોર કરવામાં આવી છે. કાર રેસ્ટોરેશનમાં જે પણ કારના સ્પેરપાર્ટ હતા એ ખાસ અમેરિકાથી ખાસ મંગાવવામાં આવ્યા હતા. આ વિન્ટેજ રીસ્ટોર કરતા 6-7 મહિના જેટલો સમય લાગ્યો હતો.



    રાહુલ ગજ્જર હજી ત્રણ વિન્ટેજ કાર શોધી રહ્યા છે. 21 ગન સેલ્યુટમાં પોતાની 75 વર્ષ જૂની વિન્ટેજ કારની પસંદગી થઈ એની ખુશી વ્યક્ત કરતા રાહુલ ગજરે જણાવ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે મારા પિતાની ગાડીની પસંદગી થઈ છે. જ્યારે હું ઇવેન્ટમાં જઈશ ત્યારે મારા પિતા મારી બાજુમાં જ ઉભા હશે. આ કારમાં હું મારા પિતાની બાજુમાં બેસતો. એ સમયે હું ખૂબ જ નાનો હતો, જેથી મને મારા પિતા એમના ખોળામાં બેસાડીને આ કાર ચલાવતા હતા. ત્યારે મેં મારા પિતાને એકવાર કીધું હતું કે, એક દિવસ આ કાર હું પણ ચલાવીશ.
    First published:

    Tags: Vintage

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन