Home /News /madhya-gujarat /Vadodara: હાથે ગૂંથેલું ઉનનું સ્વેટર બનાવે છે રાગિનીબેન સક્સેના, રેડિમેડ સ્વેટર અને મોજાને ટક્કર મારે તેવું ફિનિશિંગ

Vadodara: હાથે ગૂંથેલું ઉનનું સ્વેટર બનાવે છે રાગિનીબેન સક્સેના, રેડિમેડ સ્વેટર અને મોજાને ટક્કર મારે તેવું ફિનિશિંગ

X
હાથેથી

હાથેથી બનેલી વસ્તુનો આનંદ જ અનેરો હોય છે: રાગીનીબેન સક્સેના

વડોદરા શહેરનાં રાગિનીબેન સકસેન ઘરે હાથથી ગુથેલા ઉનનાં ગરમ કપડા બનાવે છે. જેમાં સ્વેટ બનાવતા 20 દિવસ લાગે અને મોજા બનાવતા બે દિવસ જેટલો સમય લાગે છે. ઉનનાં રોલ દિલ્હીથી મંગાવે છે.

Nidhi Dave, Vadodara: આજના આધુનિક યુગમાં લોકોને તૈયાર વસ્તુઓ વધુ ગમે છે. જે પણ વસ્તુની જરૂરિયાત પડે એને તરત જ દુકાનમાંથી ખરીદી લે. પરંતુ પહેલાના જમાનામાં દરેક વસ્તુઓ ઘરે જાતે બનાવવામાં આવતી હતી. જેમકે કપડા સીવવા, સ્વેટર બનાવવું, જમવાનું બનાવવું, રમકડાં, માટીના વાસણો, વગેરે. અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડા દુકાનમાંથી અથવા તો તિબેટન માર્કેટમાંથી ખરીદતા હોય છે.

પરંતુ એવા બહુ ઓછા લોકો છે, જે ઘરે હાથથી ગુથેલા ઉનના કપડા બનાવતા હોય. જાતે બનાવેલા ઉનના ગરમ કપડા અને બહારથી લાવેલા સ્વેટર જેકેટમાં ઘણો તફાવત જોવા મળે છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર સ્થિત રહેતા રાગિનીબેન સક્સેના, જેઓ ઘરે હાથથી ગુથેલા ઉનના ગરમ કપડા બનાવે છે.

હાથેથી બનેલી વસ્તુનો આનંદ જ અનેરો હોય છે

હાથથી ગૂંથીને સ્વેટર અને અન્ય ગરમ કપડા બનાવવા એ એક કલા છે. રાગીની બેને જણાવ્યું હતું કે, તેઓ બાળપણથી હાથથી ગૂંથીને કપડાં બનાવતા આવ્યા છે.  આજ દિન સુધી એમણે એમનું અને એમના પરિવાર માટે હાથથી ગૂંથીને સ્વેટર બનાવ્યું છે. બહારથી તૈયાર કપડા ખરીદવા એ ખોટું નથી, પરંતુ જે હાથેથી બનેલી વસ્તુનો આનંદ જ અનેરો હોય છે અને એ હંમેશા માટે એક યાદ બનીને આપણા જીવનમાં રહેતી હોય છે.

સ્વેટર બનાવતા 20 દિવસ અને મોજા બનાવતા 2 દિવસ લાગે

એક સ્વેટર બનાવતા 20 દિવસ જેટલો સમય લાગતો હોય છે અને એમાં 600 ગ્રામ જેટલા ઊનનો વપરાશ થતો હોય છે. જ્યારે મોજા બનાવવા માટે બે દિવસ લાગે છે અને એમાં 100 ગ્રામ જેટલા ઊંનનો વપરાશ થતો હોય છે.  મોજા માટે ખાસ દિલ્હીથી ઉનના રોલ મંગાવવામાં આવે છે જે ગુજરાતમાં કશે મળતું નથી. રાગીની બેને જણાવ્યું કે, કોઈને ગૂંથણની કલા શીખવી હોય તો તેઓ ખુશી ખુશી શીખવાડવા તૈયાર છે, કારણકે આગળના સમયમાં આપણી કલા લુપ્ત ના થઇ જાય.

નિવૃત થયા બાદ વ્યવસાય શરૂ કર્યો

એક ગૃહિણી પોતાની કલાના આધારે આત્મનિર્ભર છે. પહેલા રાગીનીબેન બેંકમાં સેવા આપી રહ્યા હતા. રિટાયર્ડ થયા બાદ પોતાની કલાને વધુ વિકસાવી અને આજે એક નાનો વ્યવસાય કરી રહ્યા છે. રાગીનીબેન છેલ્લા એક વર્ષથી ઉનના ગુથેલા ગરમ કપડા લોકો માટે પણ તૈયાર કરી રહ્યા છે. જેમને પણ હાથની બનાવટના ગરમ કપડા જોઈતા હોય તો સંપર્ક કરીને ઓર્ડર આપી શકે છે. રાગીનીબેન સક્સેના: 919725775706
First published:

Tags: Clothes, Local 18, Vadodara