હાલમાં સેન્ટ્રલ સ્ટોરમાં 400 ટન લાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે.
શહેરમાં બીજી લહેર સમયે પાલિકાએ નાણા ખર્ચી લાકડા લેવાની ફરજ પડી હતી. પરંતુ ત્રીજી લહેરની શરૂઆતમાં સેન્ટ્રલ સ્ટોરમાંથી લાકડા વેચવાની પેરવી થતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે.
વડોદરા: શહેરમાં બીજી લહેર સમયે પાલિકાએ નાણા ખર્ચી લાકડા લેવાની ફરજ પડી હતી. પરંતુ ત્રીજી લહેરની શરૂઆતમાં સેન્ટ્રલ સ્ટોરમાંથી લાકડા વેચવાની પેરવી થતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. તેમાંય ઓછા ભાવે લાકડા વેચવા મામલે વિરોધ થતા આખરે હરાજી રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.
શહેરમાં રોડ રસ્તા અને અલગ અલગ બગીચાઓમાં ધરાશાયી થતા વૃક્ષોને કાપી તેના લાકડા સેન્ટ્રલ સ્ટોરમાં રાખવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ સ્ટોરમાં 400 ટન લાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ સ્ટોરમાં લાકડાનો ભરાવો થતા 15 દિવસ અગાઉ પાલિકાએ લાકડાની હરાજી કરવાનું નક્કી કર્યું હતું. જેની જાહેરાત આપી ભાવો મંગાયા હતા. જોકે આ હરાજીનો વિરોધ થતા પાલિકાના અધિકારીની લાકડા વેચવાની પેરવી ખુલ્લી પડી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં બીજી લહેરમાં કોરોનો કહેર વધતા સ્મશાનોમાં નવી ચિતાઓ બનાવવી પડી હતી અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રૂા. 80 મણથી લાકડા ખરીદવામાં આવ્યા હતા. ત્યારે ત્રીજી લહેરની શરૂઆત અને તેની વ્યાપ જોતા આગામી સમયમાં લાકડાની જરૂર ઉભી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે લાખો ટન લાકડા ઓછા ભાવે વેચવા કાઢવાની પેરવી કરાઇ હતી. જો કે તેની સામે વિરોધ થયો હતો. જોકે વિરોધ વધતા તંત્રએ હાલમાં લાકડાને વેચવાનું માંડી વાળ્યું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર