ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ નવેમ્બર 1835માં થયેલ. રાણી લક્ષ્મીબાઈ નામ એટલે ચાતુરી પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વિજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલા યાદ આવે.
વડોદરાઃ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે સુભાનપુરા ઝાંસીની રાણી સકૅલ ટેન્શન રોડ ખાતે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નંદાબેન જોશીના હસ્તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી. પુષ્પાંજલિના કાર્યક્રમ ઉપસ્થિત સ્થાયી સમીતીના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિપક્ષ નેતા અમીરાવત, પૂવૅ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ નવેમ્બર 1835માં થયેલ. રાણી લક્ષ્મીબાઈ નામ એટલે ચાતુરી પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વિજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલા યાદ આવે. આજે પણ કોઈ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યું હોય તો લોકો એને તુરત જ ઝાંસીની રાણીનો ખિતાબ આપીને સન્માનશે.
ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ લડનારી આ અદ્ભુત નારીની જીવન રેખા વીજળીના ઝબકારે મોતીડા પોરવુ જેવી 22-23 વષૅ જ હતી. પરંતુ આટલા ટૂંકા સમયગાળામાં એમણે કેટલાક કામ અદભુત અને મોઢામાં આંગળા નંખાવી દે એવા મોટા અને અવર્ણનીય હતા. આ પાણીદાર મોતી એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1835ના રોજવારાણસી કાશીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમનું પૂરું નામ મનિકર્ણિકા હતું. ઘરનાં લોકો લાડમાં એમનું મનુ કહેતા હતા. 4 વર્ષની ઉંમરે જ બાજીરાવ પેશ્વાના પુત્ર નાના સાહેબની સાથે સશસ્ત્રોની સાથે સાથે ઘોડેસવારી અને શસ્ત્રબાજીની તાલીમ આપવામાં આવી હતી અને માત્ર 12 વર્ષની વયે મનુએ ભલભલા અનુભવી યોદ્ધાઓને વીરાંગના લક્ષ્મીબાઈ એ કરેલા. તેમના કાયૅકાળ દરમ્યાન અંગ્રેજો સામે અનેક યુદ્ધ જીત્યા હતા.