પાટણમાં પલ્સના એજન્ટોની રેલી,5લાખ ગ્રાહકોના 100કરોડ ફસાયાનો અંદાજ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 2:55 PM IST
પાટણમાં પલ્સના એજન્ટોની રેલી,5લાખ ગ્રાહકોના 100કરોડ ફસાયાનો અંદાજ
પાટણ જિલ્લામાં ઉઠમણુ કરનાર પલ્સ કંપનાના એજન્ટો દ્વારા આજે રેલી યોજાઇ હતી. જેમાં કંપની પાસે ગ્રાહકોના પૈસા પાછા આપવા માંગણી કરતુ આવેદન તંત્રને અપાયુ હતું. પાટણ જિલ્લાના 5 લાખથી વધુ ગ્રાહકોના રૂ.100 કરોડથી વધુ રકમ ફસાઇ હોવાનું મનાય છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 2:55 PM IST
પાટણ જિલ્લામાં ઉઠમણુ કરનાર પલ્સ કંપનાના એજન્ટો દ્વારા આજે રેલી યોજાઇ હતી. જેમાં કંપની પાસે ગ્રાહકોના પૈસા પાછા આપવા માંગણી કરતુ આવેદન તંત્રને અપાયુ હતું. પાટણ જિલ્લાના 5 લાખથી વધુ ગ્રાહકોના રૂ.100 કરોડથી વધુ રકમ ફસાઇ હોવાનું મનાય છે.

પાટણ જીલ્લાના ગ્રાહકો ના ૧૦૦ કરોડ થી વધુ રૂપિયા ફસાયા છે ત્યારે કંપનીએ દેવાળું ફૂંકતા એજન્ટો ના જીવ જોખમમાં મુકાયા છે. ભારતમાં છેલ્લા ૩૨ વર્ષ  થી કાર્યરત પીએસીએલ તથા પીજીએફ( પલ્સ ) નામની કંપનીએ  પોતાના ગ્રાહકોના વીમા તેમજ પૈસા બચતના નામે કરોડો રૂપિયા ખંખેરયા  બાદ  ૧૮ માસ પહેલા પલ્સ   કંપની એ દેવાળું ફૂકતા દેશમાં ૭ કરોડ થી વધુ અને રાજ્ય માં ૩ લાખથી વધુ  ગ્રાહકોના ૩૫૦૦ કરોડ ફસાયા હતા. ત્યારે રાજ્યમાં પલ્સ સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

ત્યારે પાટણ જીલ્લાના પણ ૫  લાખ કરતા વધારે ગ્રાહકો ના ૧૦૦ કરોડ થી વધુ રૂપિયા ફસાયા છે. ત્યારે જીલ્લામાં આ કંપની માં કામ કરતા ૫ હજાર જેટલા એજન્ટો પર મોટી મુસીબત આવી જવા પામી છે. ગ્રાહકો પોતાના એજન્ટ પાસે પોતાની વીમા અને બચત ની રકમ ધાક ધમકી થી  પરત માંગતા હોઈ એજન્ટો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.

શહેર માં ૨૦૦ થી વધુ એજન્ટો રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે પલ્સ  કંપની એ દેવાળું ફૂંકતા ગ્રાહકો પોતાના પૈસા અમારી પાસે લેવા આવે છે અને પૈસા નહિ આપે તો ધાક ધમકીઓ આપી રહ્યા છે અને અમારા પર જીવ નું જોખમ ઉભું થવા પામ્યું છે ત્યારે સુપ્રિમ કોર્ટ  દ્વારા પણ પલ્સ  કંપની સામે એજન્ટો કેસ જીતી જતા  કંપની ની તમામ પ્રોપટીની નીલામી કરી 6 માસમાં તમામ ગ્રાહકોના પૈસા ચૂકવામાં આવશે તેવો આદેશ કરવા છતાં એક વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં આજદિન સુધી ગ્રાહકોને પોતાના પૈસા પરત મળ્યા નથી.

ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તે માટે રાષ્ટ્પતિ ને આ  બાબત ની જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કલેકટર સમક્ષ માંગ કરી હતી.
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर