વડોદરાનું 'કિસ્મત' ATM : માંગો 500, આપે 1000!

News18 Gujarati
Updated: December 5, 2019, 9:00 AM IST
વડોદરાનું 'કિસ્મત' ATM : માંગો 500, આપે 1000!
બેંક અધિકારીઓએ એટીએમ બંધ કરાવ્યું હતું.

વડોદરામાં બુધવારે એક બેંકના એટીએમમાંથી ડબલ કે તેનાથી વધારે પૈસા નીકળતા હોવાથી લોકોની લાઇનો લાગી હતી.

  • Share this:
વડોદરા : ગુજરાતના એક જાણીતા કલાકારના કંઠે ગવાયેલું 'માંગુ વીસ આપે ત્રીસ, મારો દ્વારકાધીશ' ગીત ખૂબ પ્રસિદ્ધ થયું હતું. વડોદરા શહેરમાં આ ગીત જેવો જ એક બનાવ બન્યો છે. બુધવારે શહેરના વડસર બ્રિજ પાસે આવેલા એક એટીએમ ખાતે પૈસા ઉપાડવા માટે લોકોનો લાઈનો લાગી હતી. એવું ન હતું કે નોટબંધી થઈ હતી કે પૈસાની તંગીને કારણે લાઇન લાગી હતી. પરંતુ બન્યું એવું હતું કે આ એટીએમમાં રૂ. 500 માંગો તો એક હજાર બહાર નીકળી રહ્યા હતા. આથી લોકો માટે આ 'કિસ્મત'નું એટીએમ બની ગયું હતું.

લોકો એક લાખથી વધુની રોકડ ઉપાડી ગયાની આશંકા

વડોદરાના વડસર બ્રિજ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકનું એક એટીએમ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે. બુધવારે એટીએમમાં આવેલી કોઈ ટેક્નિકલ ખામીને કારણે પૈસા ઉપાડતી વખતે 500 રૂપિયાનો કમાન્ડ આપવા છતાં અંદરથી 1000 રૂપિયા કે તેનાથી વધારે નીકળી રહ્યા હતા. આ વાત અમુક લોકોના ધ્યાનમાં આવી જતાં તેઓ એક લાખથી વધારેની રોકડ ઉપાડી ગયાનો દાવો કરવામાં આવ્યો છે.



ATMમાંથી 1000 નીકળે પણ એન્ટ્રી 500ની જ બતાવે!

લોકોની લાઇનો પાછળનું બીજું કારણ એવું હતું કે આ એટીએમમાં દાખલ કરવામાં આવેલી રકમ કરતા બમણી કે તેનાથી વધારે રકમ બહાર નીકળતી હતી. જોકે, જે તે વ્યક્તિના ખાતામાંથી દાખલ કરેલી રકમ જ કપાતી હતી. એટલે કે તમે 500 રૂપિયા કાઢવા માટેનો કમાન્ડ આપો તો એટીએમમમાંથી 1000 રૂપિયા નીકળતા હતા. સામા પક્ષે ખાતામાંથી 500 રૂપિયા જ કપાતા હતા. આ મામલો કોઈના ધ્યાનમાં આવતા બેંકને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં બેંકના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને એટીએમ બંધ કરાવ્યું હતું.એટીએમ નવું હોવાથી સુરક્ષા ગાર્ડ ન હતો

મળતી માહિતી પ્રમાણે આ એટીએમ અઠવાડિયા પહેલા જ શરૂ કરાયું છે. તેમજ અહીં કોઈ સુરક્ષા ગાર્ડ તહેનાત ન હતો. એટીએમની આસપાસ દુકાન ધરાવતા લોકોના કહેવા પ્રમાણે એટીએમમાંથી દાખલ કરેલી રકમ કરતા બે ત્રણ ગણા પૈસા બહાર નીકળતા હતા.

પૈસા પરત લેવાશે

બેંકના કહેવા પ્રમાણે જે લોકો આવી રીતે પૈસા ઉપાડી ગયા છે તેમની પાસેથી પૈસા પરત લેવાશે. બેંક અધિકારીના જણાવ્યા પ્રમાણે સોફ્ટવેરમાં આવેલી ખામીને કારણે આવું બની શકે છે. હવે જે લોકો બુધવારે સવારે આ એટીએમમાંથી પૈસા ઉપાડી ગયા છે તેનો રેકોર્ડ તપાસવામાં આવશે અને તેમની પાસેથી પૈસા પરત લેવાશે.
First published: December 5, 2019, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading