ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વડોદરા નજીક નંદેસરી GIDCની મુલાકાત લીધી
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વડોદરા નજીક નંદેસરી GIDCની મુલાકાત લીધી
હવા પ્રદુષણ નિયંત્રણ અંગે લેવાયેલ પગલાંઓ, દૂષિત પાણી શુધ્ધ કરવાની માહિતી મેળવી..
સમિતિના સભ્યોએ સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ, જી. આઈ. ડી. સી પાણી પુરવઠા પ્લાન્ટની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. સમિતિના સભ્યોએ નંદેસરી પ્લાન્ટ તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. રૂબરૂ મુલાકાત બાદ તમામ માહિતીઓને નોંધવામાં આવી હતી.
Vadodara news: ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly) જાહેર હિસાબ સમિતિએ વડોદરા નજીક નંદેસરી જી. આઈ. ડી. સીની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય પુંજાભાઈ વંશની (MLA Punjabhai vansh) આગેવાની હેઠળની સમિતિના સભ્યોએ નદેસરી જી. આઈ. ડી. સી ના હોદેદારો સાથે બેઠક યોજી નદેસરીમાં કાર્યરત વિવિધ ઔધોગિક એકમોની જાણકારી મેળવી સાથેની પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી. સમિતિએ સ્થાનિક લોકોની પણ રજૂઆતો સાંભળી હતી. તમામ રજૂઆતોને આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી.
સમિતિના અધ્યક્ષ પુંજાભાઈ વંશે જણાવ્યું કે, નંદેસરી જી. આઈ. ડી. સીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ કામગીરી સહિત ઔધોગિક એકમો દ્વારા હવા પ્રદુષણ નિયંત્રણ અંગે લેવાયેલ વિસ્તૃત પગલાંઓ સહિત ઉધોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કરી તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગેની વિસ્તૃત જાણકારી સમિતિના સભ્યોએ મેળવી છે. સમિતિ તેનો અભ્યાસ કરી સરકારને જરૂરી ભલામણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડોદરા નજીક નદેસરી જી. આઈ. ડી. સી. ના પ્રમુખ ભરતભાઈ શાહે જી. આઇ. ડી. સી સહિત આસપાસના વિસ્તારમાં પ્રદુષણ નિયંત્રણ માટે લેવામાં આવી રહેલા પગલાંઓ અંગે પાવર પોઇન્ટ નિદર્શન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.સમિતિના સભ્યોએ સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ, જી. આઈ. ડી. સી પાણી પુરવઠા પ્લાન્ટની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. સમિતિના સભ્યોએ નંદેસરી પ્લાન્ટ તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. રૂબરૂ મુલાકાત બાદ તમામ માહિતીઓને નોંધવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વિભાગીય અધિકારી આર. બી. ત્રિવેદી, એન. આઈ. એ. ના હોદેદારો હાજર રહ્યા હતા. તદુપરાંત નંદેસરી પ્લાન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતીને વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર