શહેર પોલીસ દળમાં પી.એસ.આઇ.તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના બેસ્ટ મેન્ટર એટલે કે સૌથી તંદુરસ્ત, ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે.
વડોદરા: શહેર પોલીસ દળમાં પી.એસ.આઇ. (PSI) તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના (City Police Force) બેસ્ટ મેન્ટર (Best Mentor) એટલે કે સૌથી તંદુરસ્ત, ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે. તાજેતરમાં રાજ્યના પોલીસ વડા (State Police Chief) આશિષ ભાટિયાએ તેમને આ સિદ્ધિ (Achievement) માટે સન્માનિત કરવાની સાથે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી ફરજ સાથે વ્યાયામના મહાવરા દ્વારા સતત દુરસ્તી જાળવવાની ધગશને બિરદાવી હતી. રાજ્યના પોલીસ વડા દ્વારા બેસ્ટ મેન્ટર ની ટ્રોફી રમત ગમતના ક્ષેત્રમાં તેમના યોગદાનને આધારે આપવામાં આવી છે.
તેમણે આ ચુસ્તી અને સ્ફૂર્તિ કાયમ જાળવવાની કાળજી લેવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ દળના પ્રત્યેક ગણવેશધારી એ હંમેશા વ્યાયામ સાથે નાતો જાળવી રાખીને, તંદુરસ્તી જાળવવી જોઈએ. આ એક સંપદા છે જે બહેતર કામ કરવાની શક્તિ આપે છે. અરુણ મિશ્રા એ આ સફળતા અંગે જણાવ્યું કે ફરજની ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ તેઓ શક્ય હોય દૈનિક વ્યાયામ કરવાનું ચૂકતા નથી. તેમને મન વ્યાયામ એક પૂજા અને જીમ એક મંદિર છે. તેઓ તેના માધ્યમથી સતત તંદુરસ્તી, ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી રાખે છે જે પોલીસ ફરજોમાં ખૂબ ઉપયોગી છે.
શારીરિક ચુસ્તી અને તંદુરસ્તી જાળવવાથી મનની સ્થિરતા વધે છે
તેઓ દળના જવાનો અને લોકોને સોશિયલ મીડિયાના વોટ્સેપ, ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમોનો ઉપયોગ કરીને વીડિયો પોસ્ટ દ્વારા સતત આ બાબતમાં માર્ગદર્શન અને સંદેશ આપે છે. તેઓ વધુમાં જણાવે છે કે, શારીરિક ચુસ્તી અને તંદુરસ્તી જાળવવાથી મનની સ્થિરતા વધે છે જે કટોકટીની ઘડીઓમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. તેના ઘણાં લાભો છે. પોલીસ જવાને માત્ર દળમાં પસંદગી માટે નહિ પણ આજીવન વ્યાયામ માટે સમય ફાળવવો જ જોઈએ. તેમણે આ સન્માન માટે અને પ્રોત્સાહન માટે રાજ્યના પોલીસ વડા તેમજ પોલીસ દળનો હાર્દિક આભાર માન્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર