Home /News /madhya-gujarat /

Vadodara: લાઈટ્સ ઓફ હોપ ઈનોવેશનમાં ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પ્રદાન

Vadodara: લાઈટ્સ ઓફ હોપ ઈનોવેશનમાં ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પ્રદાન

લાઈટ્સ

લાઈટ્સ ઓફ હોપ ઈનોવેશન બાળકો માટે ઈનોવેશન અને સ્ટાર્ટઅપનું શિક્ષણ કેન્દ્ર છે.

લાઈટ્સ ઓફ હોપ ઈનોવેશન કાઉન્સિલએ બાળકો માટે ઈનોવેશન અને સ્ટાર્ટ - અપનું શિક્ષણ કેન્દ્ર છે. જે માત્ર વડોદરા નહી પરંતુ આખા ગુજરાતમાં 

    વડોદરા: લાઈટ્સ ઓફ હોપ ઈનોવેશન કાઉન્સિલએ બાળકો માટે ઈનોવેશન અને સ્ટાર્ટ - અપનું શિક્ષણ કેન્દ્ર છે. જે માત્ર વડોદરા નહી પરંતુ આખા ગુજરાતમાં પહેલું એવું કેન્દ્ર છે, જ્યાં બાળક કઈ અવનવુ કાર્ય શીખી શકે છે. જે વિશે માહિતી આપતા લાઈટ્સ ઓફ હોપ ઈનોવેશન કાઉન્સિલના ડિરેક્ટર સ્મિત વ્યાસે જણાવ્યું હતું કે, અમારું મુખ્ય લક્ષ્ય ઇનોવેશન, સ્ટાર્ટ અપ, આંત્રપ્રિન્યોરશિપના ક્ષેત્રમાં અમારા વિદ્યાર્થીઓની ઉત્પાદકતા વધારવાનું છે. અમારુ સૂત્ર અમારા વિદ્યાર્થીઓના કૌશલ્યો અને જ્ઞાનને નવીન રીતે ઉકેલવા અને સર્જનાત્મક માનસિકતા વિકસાવવાનો છે.

    લાઈટ્સ ઓફ હોપ ઈનોવેશનમાં 8 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને આ કોર્સ શીખવાળવામાં આવે છે. ખાસ કરીને અહીંયા ગરીબ બાળકોને મફતમાં શીખવવામાં આવે છે. સાક્ષરતા એ દુઃખમાંથી આશા તરફનો સેતુ છે તેવું અમે દ્રઢપણે માનીએ છીએ, એવું સ્મિત વ્યાસે જણાવ્યું.

    આ પણ વાંચો: સ્પા સેન્ટર ખોલવા અને મહિલા મિત્રની જરૂરિયાતો પૂરી કરવા પટાવાળાએ મિત્ર સાથે મળી બેંક લૂંટી

    વધુમાં જણાવ્યું કે, દરેક મનુષ્યમાં ક્ષમતા હોય છે અને તે જ્યારે તક સાથે જોડાય છે ત્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એજ્યુકેશન એ દરેક માનવી માટે અંધકારમાંથી પ્રકાશ તરફનું વરદાન છે. તેથી વર્ષ 2017 માં બાળકોના ઉત્થાન માટે અમે પહેલ કરી હતી. આજે અમારી 30 થી વધારે લોકોની ટીમ છે અને 500થી વધુ બાળકોને મદદ કરીએ છીએ. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કોર્સ શીખવવાની સાથે સાથે અમે અમારા વિદ્યાર્થીઓને ઇન્ક્યુબેશન સપોર્ટ, મેન્ટરિંગ સપોર્ટ, કો - વર્કિંગ સ્પેસ, નેટવર્કિંગ સપોર્ટ અને આવા અનેક સપોર્ટ પણ પ્રદાન કરીએ છીએ.

    આ પણ વાંચો: ઉત્તરાયણના દિવસે જાણો કેવો રહેશે પવન, પતંગ રસિયાઓ માટે મોટી આગાહી

    અમે ખુલ્લા અને મુક્ત વાતાવરણમાં કામ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. આ સાથે અમે અમારા વિદ્યાર્થીઓની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા પર્ણવિલા કોમ્પલેક્ષમાં લાઇટ ઓફ હોપ ઇનોવેશન કાઉન્સિલ નામનું સેન્ટર ઉભું કર્યું છે. જ્યા અત્યારે 45 અંડર પ્રિવિલેજ બાળકોના આઇડિયા પર કામ કરવામાં આવી રહ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર