વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં (Fategunj area) લઘુમતી વ્યક્તિને (Lower community) મિલકત વેચાણ આપવા બાબતે સ્થાનિકોએ હોબાળો મચાવી તાત્કાલિક ધોરણે વેચાણ દસ્તાવેજ રદ કરવા કલેકટર, પોલીસ કમિશનર તથા સયાજીગંજ પોલીસ ઇન્સ્પેકટરને આવેદનપત્ર થકી રજૂઆત કરી છે.
પૂર્ણિમા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ફતેગંજ દ્વારા વડોદરા જિલ્લા કલેકટર, વડોદરા પોલીસ કમિશનર અને સયાજીગંજ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી લઘુમતી વ્યક્તિનો વેચાણ દસ્તાવેજ રદ કરવા માંગ કરી. સાથોસાથ આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને નોનવેજના વેચાણ સામે પગલાં ભરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સોસાયટીના રહેવાસી હરજીત સિંગ સંધુએ પોતાનું મકાન અમીન શેખ નામની વ્યક્તિને વેચાણ આપ્યું છે. જેમાં સોસાયટી પાસેથી એન.ઓ.સી પણ મેળવી નથી. જેથી અમે વાંધો ઉઠાવી વિરોધ કરીએ છીએ.
મુસ્લિમ વ્યક્તિ વસવાટ કરવા આવે તો હિન્દુઓનું સ્થળાંતર થાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. તદુપરાંત મિલકત ખરીદનાર વ્યક્તિએ સોસાયટીના મુખ્ય રસ્તા પર લોખંડનો દરવાજો બેસાડી દીધો છે. જેનાથી સ્થાનિક રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ દરવાજાના કારણે ઇમરજન્સી વાહનોને સોસાયટીમાં પ્રવેશવામાં તકલીફ થશે. હાલના તબક્કે વેચાણ દસ્તાવેજ તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ. કલેકટર કચેરી ખાતે એકત્ર થયેલા રહીશોએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર