Home /News /madhya-gujarat /MSUની સાયન્સ ફેકલ્ટીમાં પરીક્ષા ઓફલાઈન લેવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

MSUની સાયન્સ ફેકલ્ટીમાં પરીક્ષા ઓફલાઈન લેવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

X
વડોદરા

વડોદરા યુનિર્સિટીમાં વિદ્યારથીઓનો વિરોધ

કોરોનાની મહામારી ધીરે ધીરે ફરી એકવાર માથું ઉચકી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલી વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સીટીના સાયન્સ 

વડોદરાઃ કોરોનાની મહામારી ધીરે ધીરે ફરી એકવાર માથું ઉચકી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલી વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સીટીના સાયન્સ ફેકલ્ટીના સેમેસ્ટર 5 ની ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના વિરોધમાં આજે આઇશા ગ્રુપ દ્વારા સાયન્સ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે આ ઓફલાઇન પરીક્ષા કેન્સલ કરવામાં આવે. કારણ કે, તમામ વિદ્યાર્થીઓ એક શહેર માંથી બીજા શહેરમાં આવે છે. તેથી કોરોનાનો ભય વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે.

તેથી વિદ્યાર્થીઓની માંગ છે કે, આટલા સમયથી ઓનલાઇન કલાસ લેવામાં આવતા હતા, તો ઓનલાઇન જ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી હતી.

ત્યારે બીજી બાજુ ફેકલ્ટી ડીન હરિભાઈ કટારીયા દ્વારા જણાવ્યું હતું કે, ફેકલ્ટીના વિદ્યાર્થીઓની માંગ વ્યાજબી નથી. ફેકલ્ટી ઓફલાઇન જ પરીક્ષા કરશે તેમજ વિદ્યાર્થીઓ માટે કઈ પણ જરુર પડશે તો ફેકલ્ટી દ્વારા તેની પુરી પાડવામાં આવશે.
First published:

Tags: MS University, વડોદરા સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો