આજે ગુરુપૂર્ણિમા છે. ત્યારે આજે વાત કરીશું તેવા 517 નિવૃત્ત શિક્ષકોની જે નિવૃત્તિ પછી પણ જરૂરીયાતમંદ બાળકોને આપે છે જ્ઞાનનું દાન. આ તમામ નિવૃત્ત શિક્ષકોએ પોતાને નીતિ આયોગના "પ્રોજેક્ટ સેકન્ડ ઇનિંગ" સાથે પોતાને જોડ્યા છે. નીતિ આયોગના આ પ્રોજેક્ટને 2018માં શરૂ કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના તે વિદ્યાર્થીઓને ભણવાનું હતું, જેમને લખવા-વાંચવામાં મુશ્કેલી થતી હોય. સાથે અંગ્રેજીથી લઇને ગણિત જેવા વિષયોમાં જે વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર હોય તેને આ નિવૃત્ત શિક્ષકો ભણાવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી જાણકારી મુજબ દેશભરના 117 જિલ્લાઓની નીતિ આયોગ દ્વારા આ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં વડોદરાના દાહોદનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ દાહોદના વાડેલા ગામની પ્રાથમિક શાળામાં ભણતા સૂર્યા જેવા બાળકોને મોટી મદદ મળી છે. સૂર્યા હવે આરામથી પોતાનું નામ અંગ્રેજીમાં લખી શકે છે. સાથે જ અંગ્રેજી વાંચી પણ શકે છે. સૂર્યાના માતા પિતા મજૂરી કરીને કમાય છે અને પાંચમા ધોરણમાં આવ્યા છતાં તેને અંગ્રેજીમાં લખતા વાંચતા ખૂબ જ મુશ્કેલી થતી હતી.
ત્યારે પ્રોજેક્ટ સેકન્ડ ઇનિંગ દ્રારા 59 વર્ષીય નિવૃત્ત લક્ષમ્ણ ચૌહાણે તેને ભણાવાની શરૂઆત કરી. અને આજે સૂર્યા અંગ્રેજી કટકડાટ વાંચે છે. આ પ્રોજેક્ટથી જ્યાં શિક્ષકોને પણ નિવૃત્તિ પછી પોતાની સમય શિક્ષણ સેવામાં નીકાળવાનો સમય મળે છે ત્યાં જ સામે પક્ષે બાળકોને આવા શિક્ષકો પાસેથી ધણું શીખવા મળે છે. જે ખરેખરમાં સરાહનીય છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર