Home /News /madhya-gujarat /

વડોદરાઃ શહેર સ્તરની નવરાત્રી ગરબા સ્પર્ધા-2021નું ઇનામ વિતરણ કરાયું

વડોદરાઃ શહેર સ્તરની નવરાત્રી ગરબા સ્પર્ધા-2021નું ઇનામ વિતરણ કરાયું

કાર્યક્રમમાં

કાર્યક્રમમાં મેયર તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈનામ વિતરણ કરાયું

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત શહેર સ્તરની નવરાત્રી ગરબા સ્પર્ધા-2021ની અંતિમ સ્પર્ધા સર સયાજીરાવ નગરગૃહમાં રાખવામાં આવેલ...

  વડોદરાઃ વડોદરા શહેરના (Vadodara) સર સયાજીરાવ નગર ગૃહ, અકોટા ખાતે વડોદરા મહાનગરપાલિકા (vadodara municipal corporation) દ્વારા આયોજિત શહેર સ્તરની નવરાત્રી સ્પધૉ 2021માં (Navratri Spadho 2021) મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ (Municipal Commissioner Shalini Agarwal), સાસંદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય અકોટા સીમા બેન મોહિલે, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલ, દંડક ચીરાગ બારોટ, મ્યુનિસિપલ. કાઉન્સિલરો  સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

  2. જેસીબીએ ગુજરાતમાં વડોદરામાં પોતાનું રોકાણ ચાલુ રાખ્યુ, આગામી વર્ષના પ્રારંભે તેની નિકાસ કેન્દ્રિત સવલતનું ઉદઘાટન કરશે. જેસીબી માટે બેલાબગઢ, પૂણે અને જયપુર બાદ વડોદરા તેની ચતુર્થ સાઇટ બનશે. 47 એકરમાં પથરાયેલ વૈશ્વિક કક્ષાની ઉત્પાદન સવલતનું હાલમાં બાંધકામ થઇ રહ્યુ છે અને તે 2021ના પ્રારંભમાં કાર્યરત બનશે. 2019ના પ્રારંભમાં તેનું શિલારોપણ કરવામાં આવ્યુ હતુ. ત્યારે કોવિડની પ્રથમ લહેરે આ ફેક્ટરી માટેની બાંધકામની ઝડપ પર વિપરીત અસર કરી હતી.

  બાંધકામ થઇ રહેલી સાઇટની મુલાકાત લેતા જેસીબી ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર દીપક શેટ્ટીએ જણાવ્યું હતુ કે: “નવી અદ્યતન ફેક્ટરીના બાધકામ થયેલી પ્રગતિ વિશે અમે ખુશ છીએ. રોગચાળાની બીજી લહેરને કારણે અંતરાયો આવવા છતાં પણ અમે કડક કોવિડ પ્રોટોકોલ્સ હેઠળ વર્કસાઇટના બાંધકામને અસર ન થાય તેની ખાતરી રાખી હતી. આગામી વર્ષના પ્રારંભમાં ફેક્ટરી ચાલુ થાય તેની ખાતરી રૂપે જેસીબી રોકાણ કરવામાં આવી રહ્યુ છે.”

  ચાર દાયકાઓથી જેસીબી ભારતની વૃદ્ધિ વાર્તા માટે પ્રતિબદ્ધ છે. ભારત આજે જેસીબી માટે માત્ર મહત્વનું બજાર જ નથી પણ ગ્રુપનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર પણ છે. જ્યારે પૂર્ણ થશે ત્યારે, જેસીબીનીની વડોદરા ખાતેની ફેક્ટરી અન્ય અદ્યતન ઉત્પાદન એકમ હશે અને તેમાં સૌથી આધુનિક લેસર કટીંગ, વેલ્ડીંગ અને મશીનિંગ ટેકનોલોજી હશે. નિકાસ-કેન્દ્રિત સુવિધા વિશ્વભરમાં જેસીબીની ફેક્ટરીઓ  વૈશ્વિક પુરવઠા સાંકળોને સેવા પૂરી પાડશે. તે વાર્ષિક 85,000 ટન સ્ટીલની પ્રોસેસ કરવામાં અને એન્જિનિયર્ડ ઘટકો અને પેટા-એસેમ્બલીઓનું ઉત્પાદન કરશે.

  તેમણે ઉમેર્યું હતું કે “રોગચાળાની પ્રથમ લહેરે વડોદરામાં બાંધકામ પ્રવૃત્તિ ધીમી કરી દીધી હતી. જો કે, બીજી તરંગ દરમિયાન પરિસ્થિતિ અલગ રહી છે. આખા વર્ષ દરમિયાન, અમે ફેક્ટરી સમયસર પૂર્ણ કરવા અને શક્ય તેટલી વહેલી તકે ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ કરવાના અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. વડોદરા બંદરની અને અમારા સપ્લાયર્સની નજીકમાં હોવાના ફાયદા પણ ધરાવે છે. ઔદ્યોગિક હબ હોવાને કારણે કુશળ માનવબળની ઉપલબ્ધતાના સંદર્ભમાં પણ કોઈ પડકારો નથી.”

  જેસીબીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મહિલાઓના સંકલન માટે પણ પહેલ કરી છે. તેની જયપુર ફેક્ટરીમાં શોપ ફ્લોર પર 34% મહિલાઓ છે. વડોદરા ખાતે આગામી ફેક્ટરી માટે, જેસીબી તેની કામગીરીમાં 50% મહિલાઓ રાખવાની ઇચ્છા ધરાવે છે. કાર્યસ્થળ પર સલામતી અને ઉત્પાદકતાની ખાતરી કરવા માટે કંપની અપસ્કિલિંગ અને યોગ્ય તાલીમમાં રોકાણ કરશે.

  તેમણે કહ્યું હતું કે "અમે તંદુરસ્ત ઇકોસિસ્ટમ બનાવીશું જ્યાં નોકરીની તમામ ભૂમિકાઓ જેન્ડર-ન્યુટ્રલ (લિંગ-તટસ્થ) હોય. પરંપરાગત ઉત્પાદન ભૂમિકાઓમાં અમે મહિલાઓને સામેલ કરીએ છીએ તે સુનિશ્ચિત કરવા અમે ખૂબ મોટા ટેલેન્ટ પૂલ સુધી પહોંચીશું જે અગાઉ અસ્તિત્વ ધરાવતો ન હતો. તે જ સમયે, અમે સ્થાનિક વહીવટીતંત્ર અને ગુજરાત સરકારને આ સમય દરમિયાન અવિરત ટેકો આપવા બદલ પણ આભાર માનીએ છીએ. આ ફેક્ટરી સ્થાપવાનો અમારો અનુભવ અત્યંત સકારાત્મક રહ્યો છે.”

  સીએસઆર ટેકો:
  જેસીબી જ્યાં કાર્યરત હોય ત્યાં સમુદાયોની નજીક રહે છે. ફેક્ટરી શરૂ કરતા પહેલા જ વડોદરામાં સીએસઆર કામગીરી શરૂ થઈ ચૂકી છે. જેસીબી ઇન્ડિયા લિમિટેડની સીએસઆર શાખા લેડી બેમફોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (LBCT), હાલોલ પ્રદેશમાં માર્ચ 2019થી કામ કરી રહી છે અને ત્રણ ક્ષેત્રો - શિક્ષણ, રોજગારક્ષમ કૌશલ્ય અને સમુદાયની સામેલગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  તે હાલોલની 910 વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન 7 શાળાઓ સાથે કામ કરે છે. બધા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેણે ત્રણ ગામોમાં ગ્રેડ 9 અને 10ના 100થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચીને શૈક્ષણિક સહાય વર્ગો શરૂ કર્યા છે. સંસ્થાઓ શાળાઓને બાળલક્ષી બનાવવા માટે શાળામાં ઉપયોગિતાઓ અને સુવિધાઓના અપગ્રેડેશનને પણ ટેકો આપે છે.

  છેલ્લા બે વર્ષ દરમિયાન 230 થી વધુ મહિલાઓ સુધી પહોંચીને 21 સ્વ -સહાય જૂથોની રચના કરવામાં આવી છે. ઘણી મહિલા SHG સભ્યોએ તેમના સામૂહિક ભંડોળનો ઉપયોગ કરીને તેમના નેનો સાહસો શરૂ કર્યા છે.

  વૃક્ષારોપણ અભિયાન જેવી સમુદાયની પહેલમાં 8,000થી વધુ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે. 2020માં સ્થાનિક સરકારના સહયોગથી રાજપીપળા જિલ્લાના ઢોલાર ગામમાં અંદાજે 12 મિલિયન લિટર ક્ષમતાવાળા તળાવનું ખોદકામ ખાસ કરીને નોંધપાત્ર પહેલ હતી.

  રોગચાળાની પ્રથમ લહેર દરમિયાનમાં સંસ્થાએ 13,000થી વધુ રાંધેલા ભોજનનું વિતરણ કર્યું હતુ અને છ ગામોમાં 780થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને પોષણ સંસાધનો પૂરા પાડ્યા હતા. સરકારી સિવિલ હોસ્પિટલ, ગોધરાને અન્ય રક્ષણાત્મક સાધનો અને સેનિટાઈઝર્સ સાથે આઈસીયુ સાધનો પણ આપવામાં આવ્યા હતા.

  જેસીબીની સીએસઆર પાંખ પણ સમુદાયમાં રસીકરણ અભિયાનમાં સક્રિયપણે રોકાયેલ છે. આજ સુધી, 2,000થી વધુ લોકોને રસી આપવામાં આવી છે. LBCT સમુદાયના લોકોના રસીકરણ માટે શિબિરો ચાલુ રાખશે.
  First published:

  Tags: Gujarati News News, Navratri, Navratri 2021, Vadodara news

  આગામી સમાચાર