ગીર ગાય અમરેલીથી લાવવામાં આવી
હરિભાઈ ચોહલા છેલ્લા 6 વર્ષથી જેલ સાથે જોડાયા છે અને 3 વર્ષથી ગૌશાળામાં કાર્યરત છે. હરિભાઈએ જણાવ્યું કે, આ ગીર ગાય અમરેલીથી લાવવામાં આવી છે. બહાર રખડતી ગાય કરતા આ ગાયને શુદ્ધ હવા, પાણી, ઘાસચારો મળી રહે છે.
સમયે સમયે ચેકઅપ કરાવવામાં આવે છે.ખુશીની વાતો એ છે કે, આટલો ભયાનક લમ્પી વાયરસનો રોગ જેમાં ઘણી ગાય મૃત્યુ પામી હતી, તેવો ભયાનક રોગ પણ ઓપન જેલની ગાયને ભરખી શક્યો નથી. આ ગાયો એટલી તંદુરસ્ત છે તેમને કોઈ રોગ થયો નથી.
મીરા કુંતા, ક્રિષ્ના, રાધા, મોહિની,મધુમતી ગાયના નામ
દરેક ગાયના નામ, જન્મ તારીખ, સમય તમામ પ્રકારની માહિતીનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે. મીરા કુંતા, ક્રિષ્ના, રાધા, મોહિની,મધુમતી, કેસર,કવિતા વગેરે જેવા નામ ગાયના પાડવામાં આવ્યા છે. અહીં 4 કાઉ શેડ છે. ગાય એક સૌમ્ય પ્રાણી છે, માતાના સ્નેહની અનુભૂતિ તે કરાવે છે, એટલે કેદી ભાઈઓ આવી પ્રેમાળ માતાઓના સાનિધ્યમાં મન શાંતા અનુભવશે એવું પણ કહી શકાય. અને શિસ્તબદ્ધ અને સંયમી કેદીઓને શિરપાવ રૂપે ખુલ્લું ખેતર આપવાના અભિગમની કદાચ રાજ્યમાં વડોદરાથી પહેલ કરવામાં આવી એવું કહી શકાય.
1970માં 90 એકર જમીન ફાળવવામાં આવી
વર્ષ 1970 માં ઓપન જેલ માટે 90 એકર જેટલી જમીન ફાળવવામાં આવી હતી. જેનો ક્રમિક વિકાસ આજે આ વ્યવસ્થા રૂપે સંસ્થાપિત થયો છે. ભગવાન કૃષ્ણને પ્રિય એવી ગૌ માતાઓ છે. ગીર ઓલાદની ગાય વડોદરા સેન્ટ્રલ જેલમાં નવી બનાવવામાં આવેલી શ્રીકૃષ્ણ ગૌ શાળામાં ખેતી અને પશુપાલનના અનુભવી પણ કાળની થપાટે ગુનો આચરી બેઠેલા અને સજા રૂપે જેલવાસ ભોગવતા કેદી બંધુઓ દ્વારા ઉછેરવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Central jail, Jail, Local 18, Vadodara