વડોદરાઃ પ્રથામિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં

વિપક્ષે શિક્ષક સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. આ અગાઉ પણ શિક્ષક રમણ માછીને સસ્પેન્ડ થયા હોવાનું પણ વિપક્ષે જણાવ્યું હતું.

ankit patel
Updated: August 29, 2019, 6:05 PM IST
વડોદરાઃ પ્રથામિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં
પ્રતિકાત્મક તસવીર
ankit patel
Updated: August 29, 2019, 6:05 PM IST
ફરિદખાન, વડોદરાઃ સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં થયાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે વડોદરામાં વધુ એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં થયાની ઘટના બની છે. જેના પગલે વિદ્યાર્થિનીના વાલીઓ અને સ્થાનિક લોકોએ શિક્ષણ સમિતિના હોદ્દેદારોને રજૂઆત કરી હતી. અને શિક્ષકને પ્રાથમિક શાળામાંથી હાંકી કાઢવાની માંગણી વાલીઓએ કરી છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરાના હાથીખાના વિસ્તારમાં એક પ્રાથમિક શાળા આવી છે. જ્યાં રમણ માછી નામના શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. આ અંગે જાણ થતાં વિદ્યાર્થિનીના વાલી અને સ્થાનિક લોકોએ સમિતિના હોદ્દેદારોને રજૂઆત કરી હતી. અને શિક્ષકને પ્રાથમિક શાળામાંતી હાંકી કાઢવા માટે માગણી પણ કરી હતી.

વધુ મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં મુદ્દે શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને બોલાવવામાં આવ્યા હતા. જેમની સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવાની શિક્ષણ સમિતિના અધ્યક્ષે ખાતરી આપી હતી.

આ ઉપરાંત વિપક્ષે શિક્ષક સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. આ અગાઉ પણ શિક્ષક રમણ માછીને સસ્પેન્ડ થયા હોવાનું પણ વિપક્ષે જણાવ્યું હતું.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...