Home /News /madhya-gujarat /

VADODARA: ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયાની વન-ડે અને T-20 મહિલા ટીમમાં પસંદગી, પરિવારમાં ખુશીની લહેર

VADODARA: ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયાની વન-ડે અને T-20 મહિલા ટીમમાં પસંદગી, પરિવારમાં ખુશીની લહેર

બરોડા

બરોડા ક્રિકેટ ઍસો.ની બે મહિલા ક્રિકેટર્સનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ.. 

BCCI દ્વારા વડોદરાની ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવની ભારતીય મહિલા ક્રિકેટર ટીમમાં પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં યાસ્તિકા વન - ડે અને ટી 20 ફોર્મેટ અને રાધા ટી 20 ફોર્મટમાં રમશે.

    નિધિ દવે, વડોદરા: BCCI દ્વારા વડોદરાની ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયા (Yastika Bhatiya) અને રાધા યાદવની (Radha Yadav) ભારતીય મહિલા ક્રિકેટર (Indian Women Cricketers) ટીમમાં પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં યાસ્તિકા વન-ડે અને ટી-20 ફોર્મેટ અને રાધા ટી-20 ફોર્મટમાં રમશે. BCCI દ્વારા શ્રીલંકા સામેની ટી-20 અને ODI ટુર્નામેન્ટ માટે ગુરુવારે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

    વડોદરાની ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવનો ભારતીય મહિલા ટીમમાં સમાવેશ

    વડોદરાની ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવનો ભારતીય મહિલા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યાસ્તિકા ભાટીયાની ટીમ ઈન્ડિયાના ટી-20 અને ODI ફ્લેર્મેટમાં વિકેટ કીપર તરીકે રમશે. બીજી તરફ, રાધા યાદવની ટી-20 સ્ક્વોડ માટે પસંદગી થઈ છે.ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશનની બંને મહિલા ક્રિકેટર શ્રીલંકા સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમશે. યાસ્તિકાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનના કારણે તે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિશ કરવા જઈ શકતી ન હતી જેના કારણે તે થોડી મુઝવાઈ પણ હતી.પણ તે કિમતી સમય વેડફાય નહી તેને ધ્યાનમાં રાખી તેણીના પિતાએપાર્કિંગ એરિયામાં નેટ્સ બંધાવી આપી હતી.ટ્રેનિંગ માટે ટ્રેનર સંતોષ ચોગલે તેને ટ્રેનિંગ આપવાઆવતા હતા.

    આ પણ વાંચો- ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રશંસકો મારામારી પર ઉતરી પડ્યા

    યાસ્તિકા વિશ્વ મહિલા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું

    ઉલ્લેખનીય છે કે, યાસ્તિકા વિશ્વ મહિલા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. રાધાએ પણ અગાઉ ભારતીય ટીમમાંરમી ચુકી છે.21 વર્ષની યાસ્તિકાએ ગત વર્ષે ઈન્ટરનેશનલ વન - ડે, ટી-20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. યાસ્તિકા છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસો.નું પ્રતિનિધિત્ત્વ કરી રહીછે. યાસ્તિકા બીસીએ અન્ડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે. યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ફેમસ છે. યાસ્તિકાના પિતા હરીશભાઈએક્ઝિક્યુટિવ ઈજનેર અને માતા ગરીમાબેન બેંકના નિવૃત સિનિયર મેનેજર છે. યાસ્તિકાની બહેન જોશીતા ડોક્ટર છે.

    આ પણ વાંચો- એન્ડ્રોઈડ સોફ્ટવેર ડેવલપમેન્ટનો કોર્સ એટલે શું

    યાસ્તિકાને11 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો.

    યાસ્તિકાએ જણાવ્યું હતું કે તે 11 વર્ષની હતી ત્યારથી જક્રિકેટ રમવાનો ખૂબજ શોખ હતો.ક્રિકેટમાં આગળ વધવા ઘણો પરિશ્રમ કર્યો છે. આ ઉપરાંત મને મારા પરિવાર, પાડોશીઓ, કોચ અને ટ્રેનરનો ઘણો સહકાર પણ મળ્યો છે. યાસ્તિકાના રોલ મોડલ વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના છે.તેઓ એ કહ્યું કે આગણ પણ અધાગ મહેનત કરતી રહીશ અને દેશનું નામ રોશન કરીશ.ઉલ્લેખનીય છે કેવડોદરાના અનેક ખેલાડીયો જેમ કે ઈરફાન પઠાણ,યૂસૂફ પઠાણ, રમી ચૂક્યા છે ત્યારે હાલ કૃણાલ પંડ્યા,હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમમાં રમી રહ્યા છે જો પૂર્વ ખેલાડિયોની વાત કરવામાં આવે તો નયન મોગિયા,કિરણ મોરે સહિત ભારતીય ક્રિકેટ ટીમમાં સારૂ પ્રદર્શન આપી ચૂક્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket News in Gujarat, Vadodara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन