Home /News /madhya-gujarat /

Vadodara:ફ્રાન્સમાં વાગ્યો ભારતનો ડંકો, ISF વર્લ્ડ સ્કૂલ ગેમમાં મેળવ્યું સિલ્વર મેડલ

Vadodara:ફ્રાન્સમાં વાગ્યો ભારતનો ડંકો, ISF વર્લ્ડ સ્કૂલ ગેમમાં મેળવ્યું સિલ્વર મેડલ

ભણવાની

ભણવાની સાથે સાથે તેણી દિવસના 8 કલાક તાલીમ મેળવી રહી છે.

લક્ષીતા એ ભારતનું નામ રોશન કર્યું. અને આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે. વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2 સિલ્વર મેડલ ફ્રાન્સમાં પ્રાપ્ત કર્યા. લક્ષિતા સાંદેલીય ચાલુ વરસાદમાં 800 મીટર અને 1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું.

    વડોદરા: શહેરની 17 વર્ષીય લક્ષીતા સાંદેલીય છેલ્લા 4 વર્ષથી દોડની રમત (Running) સાથે જોડાયેલ છે. હાલમાં તે લિટલ ફ્લાવર્સ સ્કૂલના ધોરણ 12માં અભ્યાસ કરે છે. લક્ષીતા એ છેલ્લા ચાર વર્ષમાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નાની વયે એક ખૂબ જ કુશળ દોડવીર સાબિત થઈ છે. ભણવાની સાથે સાથે તેણી દિવસના 8 કલાક તાલીમ મેળવી રહી છે. લક્ષીતા એ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ (Junior National Championships), સ્કૂલ નેશનલ ચેમ્પિયનશીપ, ખેલો ઇન્ડિયા (Khelo India) રમી ચુકી છે. અને આ દરેક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે રંધાવા સ્પોર્ટ્સ એકેડમીના કોચ રિપન્નદીપસિંગ રંધાવાના સાનિધ્યમાં તાલીમ મેળવી રહી છે.

    ભુનેશ્વર ખાતે યોજાયેલ આઈ. એસ. એફ. વર્લ્ડ સ્કૂલ ગેમમાં લક્ષીતાની પસંદગી થઈ હતી.

    ભુનેશ્વર ખાતે યોજાયેલ આઈ. એસ. એફ. વર્લ્ડ સ્કૂલ ગેમ 2021-22ના (ISF World School Gymnasiade 2021-22) ટ્રાયલમાં લક્ષીતાની પસંદગી થઈ હતી. આખા ભારતભર માંથી દોડવીરો એ આમાં ભાગ લીધો હતો. પરંતુ 800 મીટર અને 1500 મીટર એમ બંને કેટેગરીમાં લક્ષીતા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

    લક્ષિતા સાંદેલીય ચાલુ વરસાદમાં 800 મીટર અને 1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો.

    આ એક જ દોડવીરે 14 થી 22 મે, 2022માં ફ્રાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. લક્ષીતા એ ભારતનું નામ રોશન કર્યું. અને આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે. વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2 સિલ્વર મેડલ ફ્રાન્સમાં પ્રાપ્ત કર્યા. લક્ષિતા સાંદેલીય ચાલુ વરસાદમાં 800 મીટર અને 1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો . લક્ષિતાના પિતા વિનોદ સાંદેલીય અને કોચ રંધાવા સાથે રેલવે સ્ટેશને પહોંચતાં 100થી વધુ ખેલપ્રેમીએ સ્વાગત કરી ભારત માતાકી જયના નારાથી સ્ટેશન ગજાવ્યું મૂક્યું હતું.

    લક્ષિતાએ 800 મીટરનું અંતર 210 સેકન્ડમાં પૂરી કરી હતી.

    ફ્રાન્સમાં 14 થી 22 મી મે સુધી યોજાયેલી સ્પર્ધામાં વિવિધ દેશની 65 બાળાએ ભાગ લીધો હતો. જેમાં લક્ષિતાએ 800 મીટરનું અંતર 210 સેકન્ડમાં પૂરું કર્યું હતું, જ્યારે 209 સેકન્ડ વાળી બાળાને ગોલ્ડ મળ્યો હતો. 1500 મીટરમાં તેણે 427 સેકન્ડમાં લક્ષ્ય પૂરું કર્યું હતું , જ્યારે 425 સેકન્ડવાળી બાળાને ગોલ્ડ મળ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર