Home /News /madhya-gujarat /વડોદરાનું ગૌરવ: ઓલ ઇન્ડિયા ગ્રેપ્લીગ રેસલીગ ચેમ્પિયનશીપમાં વડોદરાની નિધિ મોરે જીતી ગોલ્ડ મેડલ

વડોદરાનું ગૌરવ: ઓલ ઇન્ડિયા ગ્રેપ્લીગ રેસલીગ ચેમ્પિયનશીપમાં વડોદરાની નિધિ મોરે જીતી ગોલ્ડ મેડલ

X
વડોદરાનું

વડોદરાનું ગૌરવ નિધિ

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા ગ્રેપ્લીગ રેસલીગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના 30 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

વડોદરાઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ (Delhi's Indira Gandhi Indoor Stadium) ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા ગ્રેપ્લીગ રેસલીગ ચેમ્પિયનશીપમાં  (All India Grapelig Wrestling Championship) ગુજરાતના 30 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વડોદરામાંથી 10 ખેલાડીઓ ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ભાગ લેવા ગયાં હતાં. જેમાં 90 કિલોની કેટેગરીમાં વડોદરાની નિધિ મોરેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે.

જ્યારે 92 કિલો કેટેગરીમાં ચિરાગ સોની અને 66 કિલોની કેટેગરીમાં માનવ ગોરખાને બ્રોન્ઝ મેડલ મળ્યું છે. તો ટીમના કોચ તરિકે ગયેલાં વડોદરાના જીતેન્દ્ર બારોટ નેશનલ રેફરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં છે. આજે કોચ સાથે વિજેતા ખેલાડીઓ વડોદરા આવી પહોંચતા રેલવે સ્ટેશન ખાતે વિજેતા ખેલાડીઓનું નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા તરફથી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું.

2. શહેરમાં કડવાચોથ નિમિતે કડવા બનવાની તૈયારીઓ શરૂ...
કડવાચોથ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં શહેરમાં માટીના દિવડાઓની સાથે સાથે કડવા પણ બનીને તૈયાર થઈ ગયા છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે કડવાચોથનું લોકોમાં આકર્ષણ વધ્યું હોવાનું દેખાય રહ્યું છે. જેથી કરીને દીવાઓની સાથે કડવાઓનું વેચાણ પણ સારું એવું થઈ રહ્યું છે. જેનાથી કુંભારોની રોજગારી-આવકમાં પણ વધારો થયેલ છે. અને સાદાની સાથે સાથે રંગીન કડવા પણ બનાવવામાં આવેલ છે.
First published:

Tags: Gujarati News News, વડોદરા સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો