Nidhi Dave, Vadodara: દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો અનેરો થનગનાટ છે, આજરોજ 26મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી દિલ્હીના લાલકિલ્લા ખાતે રાષ્ટ્રદવજ લહેરાવ્યો, દેશના ગણતંત્ર દિવસે લાલકિલ્લા ખાતે પ્રજાસતાક પરેડ પણ યોજાઈ. ત્યારે વડોદરા માટે ગૌરવની વાત કે છે કે, ગોરવા વિસ્તારમાં રહેતા અને દેશની રક્ષા કાજે કારગિલ યુદ્ધમાં ગોળી ખાનાર બી.એસ.એફ.ના નિવૃત જવાન બકુલ મન્સૂરીના પુત્ર નાફે મન્સૂરી એનસીસી એરફોર્સમાંથી ફર્સ્ટ ગાઈડ અને પરેડ લીડ કરી.
રાજ્યમાંથી 140 વિધાર્થીઓની પસંદગી થઈ હતી
દિલ્લીમાં યોજાનારી પરેડમાં રાજ્યમાંથી 140 વિધાર્થીઓની પસંદગી થઈ હતી. અને તેમાંથી ગુજરાતમાંથી 6 વિધાર્થીઓને જ દિલ્લી પરેડમાં ભાગ લેવાની તક મળી છે. નાફે ફર્સ્ટ ગાઈડ અને પરેડ લીડ કરી ત્યારે પરિવારમાં વડોદરાના લોકોમાં પણ હર્ષની લાગણી ઉભરાઈ આવી છે.
મારા દીકરાને આ સુનેરી તક મળી છે
નિવૃત જવાન બકુલ મન્સૂરીએ જણાવ્યું હતું કે, અમે પણ જવાનો પ્રયાસ કર્યો હતો, પણ અમને પરેડ કરવાની તક પ્રાપ્ત ન થઈ. પરંતુ મારા દીકરાને આ સુનેરી તક મળી છે, જેનો મને અને એની માતાને ખૂબ જ ગર્વ છે.
પિતા એ આપેલી તાલીમ છોકરાને ફળી
માતા આરેફાબેને જણાવ્યું હતું કે, મને મારા દીકરા પર ખૂબ જ ગર્વ થાય છે. અગાઉ પણ 30 વર્ષ મારા પતિ આર્મીમાં હતા. અને હવે મારો દીકરો પણ દેશ માટે કામ કરી રહ્યો છે. એની ઈચ્છા પૂર્ણ થાય એવા મારા સુભાશિષ. અને ખાસ વાત તો એ છે, પિતા એ આપેલી તાલીમ છોકરાને આજે આ લેવલ સુધી લઈ ગઈ છે.