નિધિ દવે, વડોદરા: શહેરની 17 વર્ષીય લક્ષીતા સાંદેલીય છેલ્લા 4 વર્ષથી દોડની રમત (Running) સાથે જોડાયેલ છે. હાલમાં તે લિટલ ફ્લાવર્સ સ્કૂલના ધોરણ 12માં અભ્યાસ કરે છે. લક્ષીતા એ છેલ્લા ચાર વર્ષમાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નાની વયે એક ખૂબ જ કુશળ દોડવીર સાબિત થઈ છે. ભણવાની સાથે સાથે તેણી દિવસના 8 કલાક તાલીમ મેળવી રહી છે. લક્ષીતાએ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ (Junior National Championships), સ્કૂલ નેશનલ ચેમ્પિયનશિપ, ખેલો ઇન્ડિયા (Khelo India) રમી ચુકી છે. અને આ દરેક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે રંધાવા સ્પોર્ટ્સ એકેડમીના કોચ રિપન્નદીપસિંગ રંધાવાના સાનિધ્યમાં તાલીમ મેળવી રહી છે.
હાલમાં ભુનેશ્વર ખાતે યોજાયેલ આઈ. એસ. એફ. વર્લ્ડ સ્કૂલ ગેમ 2021-22ના (ISF World School Gymnasiade 2021-22) ટ્રાયલમાં લક્ષીતાની પસંદગી થઈ છે. આખા ભારતભર માંથી દોડવીરો એ આમાં ભાગ લીધો હતો. પરંતુ 800 મીટર અને 1500 મીટર એમ બંને કેટેગરીમાં લક્ષીતા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ એક જ દોડવીર હવે આગામી 14 થી 22 મે, 2022 માં ફ્રાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. લક્ષીતાના માતા-પિતા અને કોચને આશા છે કે, તે ચોક્કસ પણે ભારતનું નામ રોશન કરશે. અને આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર