વડોદરા: વડોદરાનો 4 વર્ષીય સ્કેટબોર્ડ ચેમ્પિયન ગૌરવ છેલ્લા એક વર્ષથી સ્કેટબૉર્ડીગ કરી રહ્યો છે. તેની આવડત અને ધગસના કારણે ગુજરાત સ્કેટબોર્ડ ચેમ્પિયનશિપ 2021માં પ્રથમ ક્રમાંકે આવી વડોદરાનું નામ રોશન કર્યું. ગુજરાત સ્કેટબોર્ડ ચેમ્પિયનશિપમાં ઘણા બાળકોએ ભાગ લીધો હતો. અમદાવાદ, રાજકોટ અને સુરતથી પણ સ્કેટબોર્ડ ચેમ્પિયન્સોએ ભાગ લીધો હતો. અને જેમાં વડોદરાના આ 4 વર્ષીય બાળક ગૌરવનો પ્રથમ ક્રમાંક આવ્યો છે. જે વડોદરા શહેર માટે પણ ખુબ જ ગૌરવની વાત કહી શકાય.
ગૌરવ એ ભારત દેશનો સૌથી નાની વયનો સ્કેટબોર્ડ ચેમ્પિયન છે. ગૌરવ આ ચેમ્પિયનશિપ તો જીત્યો પરંતુ હવે આગળ નેશનલ લેવલ પર જે સ્કેટબોર્ડનું ચંદીગઢ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે, જેના માટે પણ તેની પસંદગી કરવામાં આવી છે. અને હવે ત્યાં ગૌરવ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર