પ્રિન્સીપાલની ક્રૂર સજાનો ભોગ બન્યા માસુમ વિદ્યાર્થીઓ

Parthesh Nair | News18
Updated: February 3, 2016, 8:36 PM IST
પ્રિન્સીપાલની ક્રૂર સજાનો ભોગ બન્યા માસુમ વિદ્યાર્થીઓ
ગુરૂ-શિષ્યના સબંધને લાંછન લગાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પ્રિન્સીપાલની ક્રૂરતાનો ભોગ માસુમ વિદ્યાર્થીઓ બન્યા છે. વડોદરા નજીક આવેલ ડાકોર ગામમાં ડોનબોસ્કો સ્કુલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને સ્કુલમાં મોડા આવવાની ગંભીર સજા ફરમાવી હતી.

ગુરૂ-શિષ્યના સબંધને લાંછન લગાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પ્રિન્સીપાલની ક્રૂરતાનો ભોગ માસુમ વિદ્યાર્થીઓ બન્યા છે. વડોદરા નજીક આવેલ ડાકોર ગામમાં ડોનબોસ્કો સ્કુલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને સ્કુલમાં મોડા આવવાની ગંભીર સજા ફરમાવી હતી.

  • News18
  • Last Updated: February 3, 2016, 8:36 PM IST
  • Share this:
ખેડા# પહેલાના જમાનામાં ગુરૂ-શિષ્યનો સબંધ લાગણી સભર હતો. ગુરૂ શિષ્યને પ્રેમથી ભણાવતા અને દુનિયાદારીનું પણ ગ્યાન આપતા હતા. ક્યારેક તેઓ શિષ્યને શિક્ષા કરતા, છતાં શિષ્યને ગુરૂ માટે લાગણી રહેતી, કેમ કે, તેમની શિક્ષામાં દ્વેશભાવ ન હતો.

પરંતુ વર્તમાન સમયમાં શિક્ષકો કહેવા પુરતાજ ગુરૂ રહ્યાં છે. શિષ્ય સાથે લાગણી હોતી નતી, પરંતુ શિષ્યને હંમેશા શિક્ષક તરફથી ભય રહ્યાં કરે છે. વિદ્યાર્થીને ભણતરના ભાર સાથે શિક્ષક તરફનો ભય-આવી મીશ્ર લાગણીથી જીવતો હોવાથી ડિપ્રેશનમાં આવી જાય છે. અને એ ડિપ્રેશનમાં વિદ્યાર્થી ન કરવાનું કરી બેસે છે.

ગુરૂ-શિષ્યના સબંધને લાંછન લગાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પ્રિન્સીપાલની ક્રૂરતાનો ભોગ માસુમ વિદ્યાર્થીઓ બન્યા છે. ખેડા નજીક આવેલ ડાકોર ગામમાં ડોનબોસ્કો સ્કુલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને સ્કુલમાં મોડા આવવાની ગંભીર સજા ફરમાવી હતી. બુધવારે ડોનબોસ્કો સ્કુલમાં 14 વિદ્યાર્થીઓ મોડા પડતા, આ તમામ વિદ્યાર્થીઓને ગંભીર પ્રકારનું પરિણામ ભોગવવું પડ્યું હતુ.

પ્રિન્સીપાલે સ્કુલમાં મોડા પડેલા વિદ્યાર્થીઓને સજારૂપે ક્લાસમાં પુરી દીધા હતા. સ્કુલનો સમય સમાપ્ત થયા બાદ, આ તમામ 14 વિદ્યાર્થીઓને એક કલાક સુધી ક્લાસરૂમમાં પૂરી દેવાયા હતા.

સ્કુલ છુટ્યા બાદ વિદ્યાર્થીઓ ઘરે પરત ન આવતા વાલીઓ ગભરાઇ ગયા હતા. આ સમગ્ર મામલાની જાણ વાલીઓને થતા તેઓ સ્કુલમાં દોડી આવ્યા હતા અને તેઓ જાતે પોતાના સંતાનોને બંધ ક્લાસરૂમ માંથી છોડાવ્યા હતા. આ ઘટનાથી વાલીઓ રોષે ભરાતા સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો.
First published: February 3, 2016, 8:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading