સરકાર સગર્ભા મહિલાઓને રોજગારીનું અશંત: રોકડ વળતર આપશે

News18 Gujarati
Updated: December 2, 2019, 5:03 PM IST
સરકાર સગર્ભા મહિલાઓને રોજગારીનું અશંત: રોકડ વળતર આપશે
પ્રતિકાત્મક તસવીર

સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા.૨જી ડિસે.ના રોજ ઘટકકક્ષાએ માતૃ વંદના સપ્તાહ સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ તરફ સુપોષિત જનની વિકસીત ધરની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

  • Share this:
વડોદરા:2 ડિસેમ્બર, 2019 (સોમવાર) PMVV એટલે કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એ સરકારની ફ્લેગશિપ યોજનાઓમાંની એક યોજના છે. આ યોજના અંતર્ગત "સુપોષિત જનની વિકસિત ધરની" ની થીમ લઇ સમગ્ર દેશની સાથોસાથ વડોદરા જિલ્લામાં તા.2 થી 8 મી ડિસેમ્બર-2019 દરમ્યાન માત્તૃ વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે રાષ્ટ્ર નિર્માણ તરફ એક ડગલાસમું સાબિત થશે.

આ યોજના મુજબ લાભાર્થી મહિલાને પ્રથમ સગર્ભાવસ્થા અને બાળ જન્મ સમયે પ્રસુતિ પૂર્વે અને પ્રસુતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ મળે અને પોતાના સ્વાસ્થ્યની પૂરતી કાળજી લઇ શકે તે માટે તેની રોજગારીના નુકસાનીનું અંશતઃ વળતર રોકડરૂપે આપવાનો છે.

આ રોકડ સહાયથી સગર્ભા/ધાત્રી મહિલાઓના આરોગ્યસ્તરમાં સુધારો થશે. લાભાર્થી મહિલાઓને સહાયની રકમ તેના બેંક/પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 22,880 લાભાર્થીઓને 91,934 હપ્તાઓમાં રૂ.8,35,07000ની સહાય ચૂકવવામાં આવશે.

માતૃવંદના સપ્તાહની ઉજવણી વડોદરા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર કરવામાં આવનાર છે. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા.૨જી ડિસે.ના રોજ ઘટકકક્ષાએ માતૃ વંદના સપ્તાહ સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ તરફ સુપોષિત જનની વિકસીત ધરની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

આ યોજનાના અમલીકરણ અને તેના ઉદ્દેશ્યોઅંગે ગ્રામસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓની બેઠક, પ્રભાતફેરી, મેરેથોન અને આંગણવાડી કેન્દ્રો પર યોજનાઓની માહિતી અને આરોગ્ય પ્રણાલિઓ પર પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે.

તા.૪થીએ પીએમએમવીવાય યોજનાના લાભાર્થીઓની નોંધણી કરવામાં આવશે. ડોર ટુ ડોર ઝૂંબેશન અને પાત્રતાવાળા લાભાર્થીઓના ક્લેઇમ ફોર્મ ભરાવી એકત્રિત કરી ઓનલાઇન એન્ટ્રી કરવી. 90 દિવસથી વધુ સમયથી એકપણ કલેઇમ ફોર્મ ભરાયેલ નથી તેવા આંગણવાડી કેન્દ્રો ખાતેથી લાભાર્થીઓના કલેઇમ ફોર્મ મેળવી ઓનલાઇન એન્ટ્રી કરી એક્ટિવ કરવામાં આવશે.તા.5મીના રોજ કરેકશન ક્યૂ સોલ્વ કરવા-સમસ્યા નિવારણ દિન ઉજવાશે. જરૂરિયાત મુજબ બેંક, પોસ્ટ અને આધારકેન્દ્રો ખાતે સંબંધિત કરેકશન માટે ઘટક કક્ષાએ કેમ્પ યોજી નિરાકરણ કરવામાં આવશે. તા.૬ઠ્ઠીએ કરેકશન ક્યૂ વાળા લાભાર્થીઓનો સંપર્ક કરી કરેકશન સુધારવી. બીજા-ત્રીજા હપ્તાઓની પેન્ડીંગ એન્ટ્રીવાળા લાભાર્થીઓના ફોર્મ ભરાવી પેન્ડીંગ કામ પૂર્ણ કરવામાં આવશે.

તા.૭મીએ આરોગ્ય પોષણ અને સ્વચ્છતા દિન નિમિત્તે લાભાર્થીઓ માટે આંગણવાડી કેન્દ્રો પર મહિલા સમુદાય મીટીંગ, ટીએચઆરનું વિતરણ અને તેના દ્વારા બનાવવામાં આવેલ આરોગ્યપ્રદ વાનગીઓનું પ્રદર્શન, આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા પર વાત કરવા નિષ્ણાંત વકતવ્ય આપશે. થીમ આધારિત અન્ય કામગીરી, પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે, 6 માસ પૂર્ણ થયા હોય તેવા બાળકોને ઉપરી આહાર આપવાની શરૂઆત કરવામાં આવનાર હોય તા.1 થી તા.7 ડિસેમ્બર-2019 સુધી અન્નપ્રાશન દિનની પણ ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
First published: December 2, 2019, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading