દાઉદ, હાફીઝ સઈદની હાલત ઓસામા બિન લાદેન જેવી કરોઃવિહિપના નેતા તોગડીયા

News18 Gujarati | Pradesh18
Updated: October 1, 2016, 7:10 PM IST
દાઉદ, હાફીઝ સઈદની હાલત ઓસામા બિન લાદેન જેવી કરોઃવિહિપના નેતા તોગડીયા
વડોદરાઃવિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયાએ આજે વડોદરા એરપોર્ટ પર ટૂંક સમય માટે રોકાણ કર્યુ હતુ.પ્રવીણ તોગડીયાનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ.

વડોદરાઃવિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયાએ આજે વડોદરા એરપોર્ટ પર ટૂંક સમય માટે રોકાણ કર્યુ હતુ.પ્રવીણ તોગડીયાનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ.

  • Pradesh18
  • Last Updated: October 1, 2016, 7:10 PM IST
  • Share this:
વડોદરાઃવિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયાએ આજે વડોદરા એરપોર્ટ પર ટૂંક સમય માટે  રોકાણ કર્યુ હતુ.પ્રવીણ તોગડીયાનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ.

પ્રવીણ તોગડીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે ભારતેે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા સામે સર્જિકલ સ્ટ્રાઈક કરી જે પ્રતિક્રિયા આપી તે બિરદાવવા લાયક છે.તેમજ અમેરિકાએ ઓસામા બિન લાદેનની જેવી હાલત કરી હતી તેવી જ હાલત હવે ભારતીય સેનાએ દાઉદ, હાફિઝ સઈદ, મસૂદની કરવી જોઈએ.

સલમાન ખાને પાકિસ્તાન કલાકારોના સમર્થનમાં આપેલા નિવેદન મામલે પ્રવીણ તોગડીયાએ કહ્યુ કે સલમાન ખાનનું નિવેદન અયોગ્ય છે તેમજ સરકાર પાકિસ્તાન કલાકારોને દેશમાં પ્રવેશ કરવા માટે વીઝા આપે છે નહીં કે નાણાં કમાવવા.નવરાત્રી પર્વમાં રાત્રીના 12 વાગ્યા સુધીના સમયની પાબંદી પર પણ પ્રવીણ તોગડીયાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ કે પોલીસ નવરાત્રી પર્વમાં જેમ સમયની પાબંદીનો કાયદો આગળ ધરે છે તેનો દરેક સ્થળે અને જગ્યાએ અમલ કરવો જોઈએ અને પોલીસ જો તેમ નહીં કરે તો હિન્દુ અસિંહક રીતે પ્રતિક્રિયા આપશે.

First published: October 1, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading