રિકરિંગ ડિપોઝિટના કાર્ડ આપવાનું શરૂ થતાં પોસ્ટ એજન્ટોનો ધસારો
રિકરિંગ ડિપોઝિટના કાર્ડ આપવાનું શરૂ થતાં પોસ્ટ એજન્ટોનો ધસારો
લાંબા અંતરાલ બાદ એક એજન્ટ દીઠ માત્ર 10 કાર્ડ આપતા ભારે રોષ...
કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા પોસ્ટ વિભાગના એજન્ટો વિવિધ ખાતા ખોલવાની ફરજ બજાવે છે. તેમાં પણ આ પોસ્ટ વિભાગના એજન્ટોને છેલ્લા ચાર મહિનાથી રિકરિંગ ડિપોઝિટ ખાતા ખોલાવવા માટે જરૂરી એવા રિકરિંગ ડિપોઝિટ કાર્ડ નહીં મળતા પોસ્ટ વિભાગના એજન્ટોની હાલત કફોડી બની હતી.
વડોદરા: કેન્દ્ર સરકારમાં (Central Government) ફરજ બજાવતા પોસ્ટ વિભાગના (Post Department) એજન્ટો વિવિધ ખાતા ખોલવાની ફરજ બજાવે છે. તેમાં પણ આ પોસ્ટ વિભાગના એજન્ટોને છેલ્લા ચાર મહિનાથી રિકરિંગ ડિપોઝિટ ખાતા (Recurring Deposit Account) ખોલાવવા માટે જરૂરી એવા રિકરિંગ ડિપોઝિટ કાર્ડ નહીં મળતા પોસ્ટ વિભાગના એજન્ટોની હાલત કફોડી બની હતી. જે સંદર્ભે પોસ્ટ વિભગના એજન્ટોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી.
ત્યાર બાદ સફાળા જાગેલા પોસ્ટ વિભાગે રિકરિંગ ડિપોઝિટ કાર્ડની વહેંચણી શરૂ કરી હતી. પરંતુ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે એજન્ટ દીઠ માત્ર 10 જ કાર્ડની વહેચણી થતાં પોસ્ટ વિભાગના એજન્ટોમાં રોષની લાગણી વ્યાપી હતી. આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે એજન્ટોને રિકરિંગ ડિપોઝિટના કાર્ડની વહેચણી શરૂ થતા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોસ્ટ વિભાગના એજન્ટોની લાંબી કતારો પડી હતી.
જોકે એક બાજુ કોરોનાની મહામારીને કારણે ખાતા ખોલાવવાની અટકી પડેલી કામગીરી અને બીજી બાજુ પોસ્ટ વિભાગ દ્વારા એજન્ટ દીઠ માત્ર 10 જ કાર્ડની વહેંચણી થતા પેટ પર પાટુ સમાન પરિસ્થિતિ સર્જાઈ હોવાની લાગણી પોસ્ટ વિભાગના એજન્ટોએ વ્યક્ત કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર