Home /News /madhya-gujarat /વડોદરામાં પોલીસકર્મીઓએ હોટલમાં ઘૂસી ગ્રાહકોને ભગાડ્યા, સંચાલકને પણ માર માર્યો

વડોદરામાં પોલીસકર્મીઓએ હોટલમાં ઘૂસી ગ્રાહકોને ભગાડ્યા, સંચાલકને પણ માર માર્યો

વડોદરા પોલીસ પર આક્ષેપ

Vadodara Police: વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના PSI ફરી વિવાદમાં આવ્યા છે. પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગર દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટેલમાં ઘૂસી ગ્રાહકો અને હોટેલ સંચાલકને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
વડોદરા: વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના PSI ફરી વિવાદમાં આવ્યા છે. પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગર દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટેલમાં ઘૂસી ગ્રાહકો અને હોટેલ સંચાલકને માર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગરના આ વર્તનથી લોકોમાં અનેક સવાલો થઈ રહ્યા છે.

હોટલ સંચાલકે કરી ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત


ઉલ્લેખનીય છે કે, હાલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે 14 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં પહોંચ્યા હતા અને ચા પી રહેલા ગ્રાહકો અને સંચાલકને માર મારીને ભગાડ્યા હતા. જેના CCTV ફૂટેજનો વીડિયો વાઇરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીન દ્વારા પરિવારને સાથે રાખી પોલીસ ભવન અને ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માગ કરી હતી.

આ પણ વાંચો: બોટાદ સિટી મામલતદાર આવ્યા વિવાદમાં, રસ્તા વચ્ચે ટ્રેક્ટર ચાલકને વગર વાંકે ઢોર માર માર્યો

ગ્રાહકો અને સંચાલકને માર મારીને ભગાડ્યા


પોલીસના આ વર્તનથી લોકોમાં પણ અનેક સવાલો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે 14 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં પહોંચ્યા હતા અને ચા પી રહેલા ગ્રાહકો અને સંચાલકને માર મારીને ભગાડ્યા હતા. અગાઉ પણ PSI વિવાદમાં આવ્યા હતા. આ અગાઉ લોકડાઉન દરમિયાન છાણી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં બૂટ પહેરીને ઘૂસી જઈ ધાર્મિક ગુરુ સાથે બેહુદું વર્તન થયું હતું. PSI કે.પી. ડાંગર દ્વારા કરાયેલા આ વર્તનને કારણે મોટો વિવાદ થયો હતો.


પીએસઆઈ કે.પી. ડાંગર ફરી વિવાદમાં સપડાયા


વડોદરા શહેરમાં પોલીસ દ્વારા વારંવાર આવી મનમાની કરી લોકોને પરેશાન કરતા હોવાનો સીસીટીવી વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેથી હવે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે ખુબ જ જરૂરી છે. સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગર આ પહેલા પણ આ રીતે ગુરૂદ્વારામાં બૂટ પહેરીને જઈ ત્યાના ધાર્મિક ગુરૂ સાથે ખરાબ વર્તન કર્યું હતું.
First published:

Tags: Vadodara, Vadodara City News

विज्ञापन