વડોદરા : 31મી ડિસેમ્બરની રાત્રે યુવતીઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે

વડોદરા : 31મી ડિસેમ્બરની રાત્રે યુવતીઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે
પ્રતિકાત્મક તસવીર

પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે આજે મધરાત સુધી વિવિધ 10 પોઇન્ટ પર 110 બ્રેથ એનેલાઇઝરથી ચકાસણી કરવામાં આવશે.

  • Share this:
વડોદરા : 2019ને વિદાય આપીને નવા વર્ષ 2020ને આવકારવા માટે વડોદરાવાસીઓ થનગની રહ્યા છે. શહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર ડાન્સ અને ડિનર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી લોકોની ભીડ રહેતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતર્કતા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર રાતના પોલીસ બંદોબસ્તની રૂપરેખા શહેરના સંયુક્ત પોલીસ કમિશનર કેશરીસિંહ ભાઠીએ આપી હતી. આ વખતે યુવકોની સાથે સાથે મહિલાઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષને આવકારવા માટે યુવા પેઢી દારૂ અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યોનું સેવન કરતા હોય છે.

પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે આજે મધરાત સુધી વિવિધ 10 પોઇન્ટ પર 110 બ્રેથ એનેલાઇઝરથી ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 11 ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે. હેવી ટ્રાફિક ધરાવતા શહેરના 70 પોઇન્ટ પર ટ્રાફિક પોલીસના 273 પોલીસ કર્મચારીઓને તહેનાત કરાશે.



મહિલાઓનું પણ ચેકિંગ થશે

પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે 31મી રાત્રે મહિલાઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે. સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, અકોટા-દાંડિયા બજાર બ્રિજ જેવા વિસ્તારોમાં પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત રાખવામાં આવશે.

એટલું જ નહીં મેદાનો અને આવવારું સ્થળોએ મલ્ટીપર્ફઝ લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ યુવતી કે મહિલા ભૂલી પડી હશે તો તેને પોલીસ ઘરે મૂકી આવશે. એટલું જ નહીં SOGની ટીમ એન્ટી ડ્રગ કીટથી તપાસ કરશે. નવા વર્ષને આવકારવા માટે કરવામાં આવતી ઉજવણી શાંતિ પૂર્વક સંપન્ન થાય તે માટે પોલીસ સજ્જ છે.
Published by:Vinod Zankhaliya
First published:December 31, 2019, 10:47 am

ટૉપ ન્યૂઝ