Home /News /madhya-gujarat /VADODARA: આપદા સમયે પોલીસ શી ટીમ કરશે લોકોનું રક્ષણ, પ્રાથમિક તાલીમ અપાઈ

VADODARA: આપદા સમયે પોલીસ શી ટીમ કરશે લોકોનું રક્ષણ, પ્રાથમિક તાલીમ અપાઈ

X
એન.ડી.આર.એફ.

એન.ડી.આર.એફ. ટીમની સાથે સાથે શી ટિમ પણ કાર્યરત રહેશે.

વડોદરા પોલીસની શી ટીમની 200 મહિલા પોલીસકર્મીઓને આપદા પ્રબંધનની પ્રાથમિક તાલીમ અપાઈ.આપદાના સમયે વડોદરા શહેરની શી ટીમ પણ સ્ટેન્ડબાય રહેશે.

    વડોદરા: શહેર પોલીસની (Vadodara Police) શી ટીમ (She Team) મહિલાઓ, બાળકો અને વડીલોને સલામતી અને હૂંફ આપવાની સાથે વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરે છે. વિવિધ કુદરતી આફતો અને દુર્ઘટનાઓ પ્રસંગે શી ટીમના સદસ્યો જાનમાલની સુરક્ષા અને રાહત કાર્યોમાં યોગદાન આપી શકે તે માટે હવે તેમને આપદા પ્રબંધનની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને એન.ડી.આર.એફ. ટીમની (NDRF Team) સાથે સાથે શી ટિમ પણ કાર્યરત રહેશે.

    એન.ડી.આર.એફ.ની બટાલિયન 6 ના નિષ્ણાતોએ તાજેતરમાં શી ટીમની 200 સદસ્ય પોલીસ મહિલાઓને તાલિમ આપી.

    પ્રબંધનની પ્રાથમિક તાલીમના ભાગરૂપે એન.ડી.આર.એફ.ની બટાલિયન 6 ના નિષ્ણાતોએ તાજેતરમાં શી ટીમની 200 સદસ્ય પોલીસ મહિલાઓને તેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. બટાલિયન 6 ના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે બે દિવસની તાલીમમાં પ્રાથમિક તબીબી સારવારના કૌશલ્યોની સાથે ધરતીકંપ, પૂર અને વાવાઝોડા જેવી આફતનાસમયે કયા પગલાં લેવા અને કંઈ તકેદારીઓ રાખવી અને આફતના સમયે લેવા યોગ્ય સામાન્ય તકેદારીઓ તાલીમમાં આવરી લેવામાં આવી હતી.

    આપદાના સમયે વડોદરા શહેરની શી ટીમપણ સ્ટેન્ડબાય રહેશે.

    આવનાર સમયમાં વડોદરા શહેરની શી ટીમને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે. જેથી કરીને મુશ્કેલીના સમયે શી ટીમ જે તે સ્થળે પહોંચીને પ્રાથમિક સુવિધા આપશે. તમને કે તમારી આસપાસ કોઈ આપદાનીપરિસ્થિતિનું નિમાર્ણ થાય તો શી ટીમને સંપર્ક કરી શકો છો: 7434 888 100 / 100 / 181 / 7573 996 241 આપેલ નંબર પર સંપર્ક કરતા ટીમ દ્વારા સંભવ મદદ આપવામાં આવશે.
    First published:

    Tags: Gujarat News, Gujarat police, Vadodra Nwes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો