ફરિદ ખાન, વડોદરા: સામાન્ય રીતે છેલ્લા થોડા મહિલાઓમાં પોલીસ કર્માચરીઓની આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં છાસવારે બન્યા છે ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી હતી. જોકે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સયાજીગંજ પોલીસ સ્ટેસનમમાં એએસઆઇ તરીકે હસમુખ પરમાર તરજ બજાવતા હતા.
આ દરમિયાન તેમણે હરણી તેમના નિવાસ સ્થાને કોઇ કારણો સર પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી હતી. જેના પગલે તેમને પરિવારના લોકોએ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે કામા ભારણ અને કૌટુંબિક સમસ્યાના ત્રાસથી તેમણએ આ પ્રકારનું ગંભીર પગલું ભર્યું હશે. જોકે, તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ તો પોલીસ તપાસ બાદ જાણવા મળશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર