વડોદરા: એસિડ હુમલાની ધમકી આપનાર જુબેરને ક્રાઇમ બ્રાન્ચે મુરઘો બનાવ્યો

સાથે જ તે એમ.એસ.યુનિવર્સિટીમાં ગુંડાગર્દી નહીં કરે તેવી ખાતરી પણ લીધી હતી

News18 Gujarati
Updated: April 29, 2019, 12:55 PM IST
વડોદરા: એસિડ હુમલાની ધમકી આપનાર જુબેરને ક્રાઇમ બ્રાન્ચે મુરઘો બનાવ્યો
એસિડ હુમલાની ધમકી આપનાર જુબેરને ક્રાઇમ બ્રાન્ચે મુરઘો બનાવ્યો
News18 Gujarati
Updated: April 29, 2019, 12:55 PM IST
ફરીદ ખાન, વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની વીસીને એસિડ હુમલાની ધમકી આપનાર જુબેર પઠાણને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે જુબેર પઠાણને મુરઘો બનાવ્યો હતો. સાથે જ તે એમ.એસ.યુનિવર્સિટીમાં ગુંડાગર્દી નહીં કરે તેવી ખાતરી પણ લીધી હતી.

ધમકી મામલે વિદ્યાર્થીનીઓએ યુનિ સત્તાધીશોને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની લેખિતમાં રજુઆત કરી હતી ત્યારે આ સમગ્ર મામલે યુનિ સત્તાઘીશોએ લાલ આંખ કરતાં એસિડ એટેકની ઘમકીની ઘટના અંગે એક ફેકટ ફાઇન્ડિંગ તપાસ કમિટીની રચના કરી છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ છે. સાથે જ વિદ્યાર્થીઓ માટે આઈકાર્ડ વિના યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશબંધી કરાઇ છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર જ આઈકાર્ડનું ચેકીંગ કરાઇ રહ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

સમગ્ર ઘટનાના તાર યુનિવર્સિટીમાં નિર્ભય મિશ્રા નામના આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓના નામે રેગિંગની ખોટી ફરિયાદ કરી હતી ત્યાંથી શરૂ થયા હતા. ખોટી રેગિંગની ફરીયાદ કરનાર સામે પગલાં લેવા વિદ્યાર્થી યુનિયનની વીપી સલોની મિશ્રા સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટી ત્તાધીશોને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: વડોદરા: ગરમીના પ્રકોપથી પીગળી ગયો રોડ, રાહદારીઓ પરેશાન
રજુઆત ચાલતી હતી તે સમયે નિર્ભય મિશ્રાના સમર્થનમાં જુબેર પઠાણ અને બીજા ૧૦ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હેડ ઓફિસ આવ્યા હતા અને સલોની મિશ્રાને માર મારવાની અને એસિડ નાખવાની ધમકી આપતા વાતાવરણ તંગ બની ગયું હતું અને આ અંગે સલોની મિશ્રાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુબેર પઠાણ ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી.

 
First published: April 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...