વડોદરાઃ માતા પુત્રીના હત્યારા આરોપીને સાથે રાખીને પોલીસ કરી સ્થળ તપાસ

News18 Gujarati
Updated: April 20, 2019, 1:45 PM IST
વડોદરાઃ માતા પુત્રીના હત્યારા આરોપીને સાથે રાખીને પોલીસ કરી સ્થળ તપાસ
મૃતકોની ફાઇલ તસવીર

આરોપી પ્રિયકાન્ત ઉર્ફે ભયલુને ઘટના સ્થળે લઇ જવાયો હતો. આરોપીને સાથે રાખીને પોલીસે સ્થળ તપાસ કરી હતી.

  • Share this:
ફરીદ ખાન, વડોદરાઃ વડોદરાના સયાજીપુરામાં મકાનની છત પર સૂતેલા માતા-પુત્રીની હત્યામાં નવો વણાક આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચે પ્રેમી પ્રિયકાન્ત ઉર્ફે ભયલું સોલંકીની ધરપકડ કરી છે. આરોપી પ્રિયકાન્ત ઉર્ફે ભયલુને ઘટના સ્થળે લઇ જવાયો હતો. આરોપીને સાથે રાખીને પોલીસે સ્થળ તપાસ કરી હતી. સયાજીપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે બેવડી હત્યાના આરોપીને ઘટના સ્થળે લઇ જવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરનાં બાપોદ વિસ્તારમાં આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં માતા પુત્રીની હત્યા થઇ હતી. આ માતા-પુત્રી બુધવારે તેમના ઘરની અગાશી પર સુતેલા હતાં. ત્યારે વહેલી સવારે 3.30 કલાકની આસપાસ કેટલાક શખ્શો બેઝબોલનું બેટ લઇને આવ્યાં હતાં. જેનાથી માતા-પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ બંન્નેનાં મોત નીપજ્યા હતાં. હાલ પોલીસે આ બંન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ ગઇ હતી.

પોલીસે સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, પુત્રીના લગ્ન થઇ ગયા છે, અને તે પિયરમાં રહેવા આવી હતી. ત્યારે આજે આ ગમખ્વાર ઘટના બની હતી.

આ પણ વાંચોઃ-પ્રેમ પ્રકરણમાં થઇ હતી ધાબા પર સુતેલા માતા-પુત્રીની હત્યા, પ્રેમી ઝડપાયો

પોલીસની આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાના પગલે તે દિશામાં કાર્યવાહી આરંભી હતી. બાપોદ પોલીસ હાલ ઘરની આસપાસ રહેતા પાડોશી અને પરિવારની પૂછપરછ કરી હતી.
First published: April 20, 2019, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading