Home /News /madhya-gujarat /

આરોગ્ય રક્ષાની સુવિધાની બાબતમાં પ્રધાનમંત્રી પ્રેરિત આયુષ્માન કાર્ડ યોજના વિશ્વની અદભૂત યોજના છે: મહેસૂલ મંત્રી

આરોગ્ય રક્ષાની સુવિધાની બાબતમાં પ્રધાનમંત્રી પ્રેરિત આયુષ્માન કાર્ડ યોજના વિશ્વની અદભૂત યોજના છે: મહેસૂલ મંત્રી

1000 આયુષ્માન કાર્ડનું લાભાર્થીઓને કરવામાં આવ્યું વિતરણ

રાવપુરા વિધાનસભા ભારતીય જનતા પક્ષના સેવા સંકલ્પી કાર્યકરો અને સંગઠનની પારાવાર મહેનતથી બનાવવામાં આવેલા 1000 આયુષ્માન કાર્ડ

  વડોદરા: રાવપુરા વિધાનસભા ભારતીય જનતા પક્ષના સેવા સંકલ્પી કાર્યકરો અને સંગઠનની પારાવાર મહેનતથી બનાવવામાં આવેલા 1000 આયુષ્માન કાર્ડનું લાભાર્થીઓને કરવામાં આવ્યું વિતરણ તથા ધારાસભ્ય અનુદાન થકી બે અદ્યતન એમ્બ્યુલન્સ પ્રદાન કરવામાં આવી.

  રાવપુરા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મહેસૂલ અને કાયદા વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના સંકલ્પને સાકાર કરવા અને તેમની પ્રેરણાથી વિવિધ વોર્ડના સમર્પિત કાર્યકરો અને નગરસેવકોએ પારાવાર પરિશ્રમ કરીને જરૂરિયાતવાળા અને પાત્ર લોકોના 1 હજાર આયુષ્માન કાર્ડ સરકારી તંત્ર સાથે જરૂરી સંકલન સાધીને તૈયાર કરાવ્યા છે.તેનું આજે મંત્રી તેમજ સાંસદ, ધારાસભ્યઓ અને પક્ષના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. પુષ્ટિ સંપ્રદાયની ષષ્ઠપીઠ સંચાલિત કલ્યાણ પ્રાસાદ ખાતે કલ્યાણરાય પ્યારેના સાનિધ્યમાં અને પ.પુ.108 ગૌસ્વામી આશ્રય કુમાર મહોદયની આશિષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઈના ધારાસભ્ય અનુદાનમાંથી બે અદ્યતન અને જીવન રક્ષક એમ્બ્યુલન્સ સયાજી અને નરહરિ હોસ્પિટલને આપવામાં આવી હતી.

  આયુષ્માન કાર્ડ એ આરોગ્ય રક્ષા માટેની વિશ્વમાં અજોડ કહેવાય તેવી યોજના છે, જે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે. એવી જાણકારી આપતાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, અમારા ભારતીય જનતા પક્ષનું સંગઠન અને કાર્યકરો લોક સેવાના સંકલ્પને વરેલા છે. સરકારી યોજનાઓનો લાભ લેવામાં લોકોને વિવિધ કચેરીઓમાં ફરવું, ઝેરોક્ષ કરાવવી, સોગંદનામા કરાવવા, નોટરીની સહી કરાવવી જેવી કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે.

  આ પણ વાંચો: ગૌણ સેવાના Paper leak: કોલ ડિટેઇલ્સના આધારે આઠ શંકાસ્પદોની કરાઇ અટકાયત

  આરોગ્ય રક્ષક આયુષ્માન કાર્ડ યોજનાનો લોકોને વિના મુશ્કેલીએ લાભ આપવાના સંકલ્પ સાથે મારા વિસ્તારના વિવિધ વોર્ડના કાર્યકરો એ પારાવાર મહેનત કરીને, કચેરીઓ સાથે સંકલન કરીને, અરજદારોનો વારંવાર સંપર્ક કરીને, નોટરીને સાથે રાખીને 1 હજાર આયુષ્માન કાર્ડ તૈયાર કરાવ્યા છે. લાભાર્થીઓને તે અર્પણ કરતા આનંદ અનુભવું છું. દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે ધાર્મિક સ્થળોને સેવા ધામ ગણાવ્યા છે, તેવા કલ્યાણ પ્રાસાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો તેનો હર્ષ છે. અમારા ખૂબ નિષ્ઠાવાન કાર્યકરોએ અગાઉ હજારો માં કાર્ડ લાભાર્થીઓ માટે તૈયાર કરાવવાનું વંદનીય કાર્ય કર્યું હતું. આ તમામને હું ધન્યવાદ આપું છું.


  આ લોકો સરકારની 22 જેટલી યોજનાઓનો લાયક લોકોને સરળતાથી લાભ અપાવવામાં સહાયક બની રહ્યાં છે. તેરા તુજકો અર્પણની ભાવના સાથે અગાઉ નરહરિ હોસ્પિટલને અને હાલમાં સયાજી હોસ્પિટલને અદ્યતન આઇ.સી.યુ.ઓન વ્હીલ જેવી દર્દીવાહિનીઓ ધારાસભ્ય અનુદાનમાંથી ફાળવી શક્યો તેનો પણ મને ખૂબ હર્ષ છે. સાંસદ રંજનબહેન ભટ્ટે પણ આ ભાવનાને અનુસરીને મહારાષ્ટ્ર વ્યાયામ શાળા જે ખૂબ જૂની સંસ્થા છે તેના નવીનીકરણ માં અને તેને અદ્યતન વ્યાયામ સાધનો થી સુસજ્જ કરવામાં અનુદાનની જે મદદ કરી છે તેને હું બિરદાવું છું.

  આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારથી પડશે ગાત્રો થીજવતી ઠંડી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

  1 હજાર કાર્ડ બનાવવા એ પૂર્ણ વિરામ નથી. લાયક લાભાર્થીઓને તેનો લાભ અપાવવાની આ કામગીરી ચાલુ રહેશે. સાંસદ રંજનબહેન ભટ્ટે મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈની પ્રેરણાથી અને કાર્યકરોની જહેમતથી અગાઉ હજારો માં કાર્ડ લાભાર્થીઓ માટે બનાવવામાં આવ્યા હતા તેની યાદ અપાવતાં જણાવ્યું કે, હવે લાયક લાભાર્થીઓને આરોગ્ય રક્ષક આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ કરાવવાની આ ધગશ ખૂબ પ્રશંસનીય છે.

  આરોગ્ય રક્ષા માટેનું દાન એ શ્રેષ્ઠ દાન છે, એવી લાગણી વ્યક્ત કરતાં ગૌસ્વામી આશ્રય કુમાર મહોદયે મંત્રી તથા સમર્પિત કાર્યકરોને આ ઉત્તમ કામ માટે હાર્દિક અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, એમ્બ્યુલન્સની ફાળવણી એ આરોગ્ય સેવા માટેનું શ્રેષ્ઠ અનુદાન છે.

  આ પણ વાંચો- વરઘોડામાં ફટાકડાનો તણખો બગીમાં પડ્યો, વરરાજા માંડમાંડ બચ્યા, ઘણો જ વાયરલ થઇ રહ્યો છે ગુજરાતનો આ Video

  આ પ્રસંગે ભાજપના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ભારતીય જનતા પક્ષના શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયા, ધારાસભ્ય સીમાબહેન, નગરસેવકો, ડો. રંજન કૃષ્ણ ઐયર, ડો.માથુર, કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  First published:

  Tags: Vadodara City, પીએમ મોદી, વડોદરા

  આગામી સમાચાર