Home /News /madhya-gujarat /

PM Modi Gujarat Visit: પીએમ મોદી 17-18 જૂન આવશે ગુજરાત પ્રવાસે, પાવાગઢમાં મહાકાળી માતાના કરશે દર્શન

PM Modi Gujarat Visit: પીએમ મોદી 17-18 જૂન આવશે ગુજરાત પ્રવાસે, પાવાગઢમાં મહાકાળી માતાના કરશે દર્શન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

રાજ્ય સરકારના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 અને 18 જૂનના રોજ ગુજરાતના પ્રવસે આવશે. જે અંગર્ગત તેઓ ગાંધીનગર રાજભવન ખાતે 17 મીએ રાત્રી રોકાણ કરશે અને 18 જૂને સવારે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને જશે.

વધુ જુઓ ...
    ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોના દિગ્ગજો રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ચાર દિવસ પહેલા ગુજરાત પ્રવાસે આવી કરોડો રૂપિયાની યોજનાઓના ખાત મૂહુર્ત અને લોકાર્પણ કરી દિલ્હી રવાના થયેલા પીએમ મોદી (PM Modi Gujarat Visit) વધુ એક વખત પોતાના માદરે વતન આવશે. જીહા પીએમ નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Tour) 17 અને 18 જૂનના રોજ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે (PM Modi in Gujarat) આવશે. ગુજરાત સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણી (Jutu Vaghani)એ આજ યોજાયેલી કેબેનિટની બેઠકમાં રાજ્ય સરકારના નિર્ણયો અને પીએમ મોદી (PM Narendra Modi in Gujarat)ની ગુજરાત મુલાકાત વિશે જાણકારી આપી હતી.

    ગુજરાત સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ આજ યોજાયેલી કેબેનિટની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ 8 મહાનગર પાલિકામાં 2 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે સાથે જ 86 કરોડ ફાળવવામાં આવશે. ત્યાં જ ખેડૂતોની આવક બમણી કરવા માટે 2022-23 માં 14 પાકોમાં ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જણસીમાં 50 થી 85 ટકા મળે તે રીતે ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો- અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પર 10 જેટલા ટૂ વ્હીલર થયા સ્લીપ

    વધુમાં પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત તાલુકા, વોર્ડ, તમામ આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વોટર્સ એમ તમામ જગ્યા એ સવા કરોડ લોકો યોગ કરે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જ ટુરિઝમના 75 આઇકોનીક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યાં જ 1 જુલાઈ થી 15 જુલાઈ દરમિયાન વન્દે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 80 જેટલા રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાનો દરેક રથ 10 ગામોનું પરિભ્રમણ કરશે.

    આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 800 પાર

    રાજ્ય સરકારના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 અને 18 જૂનના રોજ ગુજરાતના પ્રવસે આવશે. જે અંગર્ગત તેઓ ગાંધીનગર રાજભવન ખાતે 17 મીએ રાત્રી રોકાણ કરશે અને 18 જૂને સવારે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને જશે. આ સાથે જ બે દિવસમાં પ્રધાન મંત્રી રાજ્યમાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરશે. ત્યાં જ પીએમ મોદી આદિજાતિ જિલ્લાના તાલુકા સુધી વ્યાપ વધારી સગર્ભા બહેનો, ધાત્રી બહેનો માટે કુપોષણ યોજનાનું લોન્ચિંગ કરશે.

    પ્રધાનમંત્રીનો ગુજરાત કાર્યક્રમ

    17 જૂને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ

    18 જૂન સવારે પાવાગઢ ના દર્શને જશે

    11.30 કલાકે પાવાગઢ નજીક મુલાકાત કરશે

    12.30 વડોદરા ખાતે જનમેદનીને સંબોધન કરશે

    8907 પ્રધાન મંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે

    16369 કરોડના ખર્ચે લોકર્પણ અને ખાતમુહૂર્ત કરશે

    અમદાવાદ બોટાદ સેક્શનની નવી ટ્રેનને ફ્લેગ અપવામાં આવશે
    Published by:rakesh parmar
    First published:

    Tags: Narendra modi gujarat visit, Pavagadh, Pm modi in gujarat, PM Modi પીએમ મોદી

    આગામી સમાચાર