Home /News /madhya-gujarat /

PM મોદી લોકસભા 2019ની ચૂંટણી વડોદરાથી લડી શકે છે!

PM મોદી લોકસભા 2019ની ચૂંટણી વડોદરાથી લડી શકે છે!

પીએમ મોદીની ફાઇલ તસવીર

સેન્સ લેતા પહેલા નિરીક્ષક પંકજ દેસાઇએ નિવેદન આપ્યું હતું કે, પી'એમ મોદી વડોદરાથી ચૂંટણી લડે તો નવાઇ નહીં.'

  ફરીદખાન પઠાણ, વડોદારા :  શહેરમાં લોકસભા 2019ની ચૂંટણી નિરીક્ષક તરીકે આવેલા ભાજપનાં પંકજ દેસાઇએ ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, વડોદરાથી પીએમ મોદી ચૂંટણી લડી શકે છે. નોંધનીય છે કે રાજ્યમાં 26 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગત ચૂંટણીમાં પણ પીએમ મોદી વડોદરામાંથી ચૂંટણી લડ્યા હતાં અને લાખો વોટોનાં જંગી મતોથી જીતી ગયા હતાં.

  પંકજ દેસાઇનું નિવેદન

  આજે રાજ્યભર સહિત વડોદરામાં નિરીક્ષકો જયનારાયણ વ્યાસ , પંકજ દેસાઈ , અને દર્શનાબેન વાઘેલા સેન્સ લઇ રહ્યાં છે. સેન્સ લેતા પહેલા નિરીક્ષક પંકજ દેસાઇએ નિવેદન આપ્યું હતું કે, પી'એમ મોદી વડોદરાથી ચૂંટણી લડે તો નવાઇ નહીં.'

  આ પણ વાંચો: Lok Sabha Election 2019 પહેલાં રીલિઝ થશે PM મોદીની વેબ સીરિઝ?

  પીએમ મોદી અને અમિત શાહ ગજવશે ગુજરાત

  પીએમ મોદી રોડ શો અને સભા યોજવાના આયોજનની કરશે. ઉમેદવારો જાહેરાતની સાથે ગુજરાતમાં 40થી વધુ રાષ્ટ્રીય નેતાઓ ધામા નાંખશે. યૂપી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, એમપી, દક્ષિણ ભારતના નેતાઓ પણ ગુજરાત આવશે તેવી માહિતી મળી રહી છે. અમિત શાહ પણ ગુજરાતમાં 6થી વધુ સભાઓ ગજવશે તેવા પણ સમાચાર મળી રહ્યાં છે.

  2014 ચૂંટણીમાં પીએમ મોદી રેકોર્ડ બ્રેકથી જીત્યા હતાં

  મહત્વનું છે કે 2014માં લોકસભાની ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક ઉપર વડાપ્રધાન મોદી રેકોર્ડ બ્રેક 5,70,128 મતોથી વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતે મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે કે, નહીં તે અંગે રાજકીય મોરચે ચર્ચાઓ ચાલી રહી છે. હજી અધિકારીક રીતે આ અંગે કોઇપણ જાહેરાત થઇ નથી. ચર્ચાઓ એવી પણ હતી કે આ વખતે વડોદરા બેઠક પર મોદીના બદલે દેશના નાણાં મંત્રી અરૂણ જેટલીને ભાજપ દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, 2014માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ અરૂણ જેટલીને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેઓએ સાંસદ તરીકે વડોદરા જિલ્લાના કરનાળી જૂથ પંચાયતના ગામો દત્તક લીધા હતા.

  આ પણ વાંચો: હું અમિત શાહ અને PM મોદી જેવો અહંકારી નથી, શહીદો પર રાજનીતિ નહીં: શક્તિસિંહ

  વાતો તો એવી પણ સામે આવી હતી કે જો પીએમ નરેન્દ્ર મોદી લોકસભાની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે તો તેમની સામે કોંગ્રેસ મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર બોલીવુડના સ્ટાર રીતેશ દેશમુખને ચૂંટણી લડાવનાર હોવાની શક્યતા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Election 2019, Loksabha election 2019, ગુજરાત, પીઅેમ નરેન્દ્ર મોદી, વડોદરા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन