Home /News /madhya-gujarat /

Vadodara: ભેખડા ગામમાં પાણી બચાવવા અનોખી પહેલ, જલજીવન મિશનને કર્યું સફળ

Vadodara: ભેખડા ગામમાં પાણી બચાવવા અનોખી પહેલ, જલજીવન મિશનને કર્યું સફળ

ભેખડાને આદર્શ ગામ કહી શકીએ એવું છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendra Modi) શરૂ કરેલા જલજીવન મિશન (Jal Jeevan Mission) અહીં સફળ થયું છે. વડોદરા જિલ્લાના નાનકડા એવા ભેખડા ગામે આ મામલે કમાલ કરી અન્ય લોકો માટે પ્રેરણા પુરી પાડી છે.

    વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendra Modi) શરૂ કરેલા જલજીવન મિશન (Jal Jeevan Mission) અંતર્ગત વડોદરા જિલ્લો સમગ્ર રાજ્યમાં છઠ્ઠો જિલ્લો બન્યો છે. જિલ્લામાં કેટલાક ગામોમાં તો 24 કલાક પાણીની સુવિધા મળી રહી છે. તે પૈકીનું એક છે શીનોર તાલુકાનું ભેખડા ગામ. આ ગામમાં ૨૪ કલાક પાણીની સુવિધા આપવામાં તો આવી પણ હવે આ ગામ એક ડગલું આગળ ચાલ્યું છે અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.

    ગામના તમામ ઘરમાં નળ જોડાણ

    ગામના પાણી સમિતિના સભ્ય હિતેશભાઇ પટેલ કહે છે,અમારા ગામમાં વાસ્મોની યોજના અંતર્ગત 20 ટકા લોકભાગીદારીમાં થોડા વર્ષ પહેલા પાણીનો ઉંચો ટાંકો બનાવવામાં આવ્યો છે. ગામને 24 કલાક પાણી મળી રહે તે માટે નવા બોરમાંથી પાણી આપવામાં આવે છે. જલ જીવન મિશન અંતર્ગત ગામના તમામ 170 જેટલા ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. ગામને ત્રણ ઝોનમાં વિભાજિત કરી જે તે વિસ્તારની અનુકૂળતા મુજબ પાણી વિતરણ કરવામાં આવે છે. કુલ ગામમાં વસ્તી 532ની છે.

    એક જ કલાક પાણી ભરવાનો સમય

    પહેલા ગામમાં એ પરિસ્થિતિ હતી કે, ગામના લોકો આખી રાત નળ ચાલુ રાખીને સુઈ જતા હતા. કારણ કે, બીજે દિવસે સવારે પાણી ભરવા માટે. જેથી પાણીનો ઘણો વ્યય થતો હતો. તો એ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. ગામમાં પાણી આવવાનો સમય નક્કી કરી દેવામાં આવ્યો છે. આખા દીવસમાં એક જ કલાક પાણી ભરવાનો સમય રાખવામાં આવ્યો છે. જેથી ગામના લોકોનો આખો દિવસ પાણી ભરવા માટે બગાડવો ન પડે.

    પાણી બગાડ કરવાનો અવકાશ નથી

    હિતેશભાઇ પટેલ કહે છે,ગામમાં હવે સવાર અને સાંજ એમ બે સમય એક એક કલાક પાણી આપવામાં આવે છે. જેથી લોકોને પાણી જેટલું જોઇએ એટલું મળી રહે છે અને તેનો બગાડ કરવાનો અવકાશ રહેતો નથી. ગામમાં પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સમજ આપવાની સાથે 24 કલાક પાણી આપવા પાછળ થતાં વીજળીનો ખર્ચ પણ ઓછો કરી શકાયો છે.

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણીના બચાવવા માટે અપીલ કરતા હોય છે, જેને અમે પ્રતિસાદ આપ્યો છે.તે કહે છે,અમારા ગામની પાણી સમિતિ દ્વારા પાણી વેરાની વસુલાત પણ સારી રીતે થાય છે. ગ્રામપંચાયત દ્વારા રૂ. 300 પ્રતિ વર્ષનો નજીવો પાણી વેરો લગાવવામાં આવ્યો છે. આ વેરાની 80 ટકાથી પણ વધુ વસૂલાત થાય છે.

    ભેખડા ગામ એક આદર્શ ગામ જેવું

    ભેખડાને આદર્શ ગામ કહી શકીએ એવું છે. ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગામના આંતરિક રસ્તાઓ આરસીસીના બનેલા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. આ સેન્ટર કોરોનાકાળમાં ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબીત થયું હતું.

    આ પણ વાંચો : પંચામૃત ડેરીની વધુ એક સિધ્ધિ

    ગામમાં ઓપ્ટિક ફાયબરથી ઇન્ટરનેટ પણ આવી ગયું છે. ગામના ઘણા ઘરોમાં વાઇફાઇ કાર્યરત થઇ ગયા છે. તથા આવનાર ટૂંક જ સમયમાં રેઇન વોટર હારવેસ્ટિંગ નો પ્લાન્ટ શરૂ કરવાના છે. જેથી કરીને વધારે પાણીનો બચાવ કરી શકાય.
    First published:

    Tags: Save water, પીએમ મોદી, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन