Home /News /madhya-gujarat /

VADODARA: કલાથી થશે PM મોદીનું સ્વાગત, સેન્ટર સ્કેવર મોલમાં 30 ફૂટની વિશાળકાય રંગોળી બનાવાઈ

VADODARA: કલાથી થશે PM મોદીનું સ્વાગત, સેન્ટર સ્કેવર મોલમાં 30 ફૂટની વિશાળકાય રંગોળી બનાવાઈ

નરેન્દ્ર

નરેન્દ્ર મોદીની 30ft × 13ફft ની વિશાળકાય રંગોળી 

શહેરમાં આવતીકાલ તરીખ 18/06/2022ના શનિવારના રોજ આપણાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પધારી રહ્યા છે, ત્યારે એમના આગમનને વધાવવા માટે આખું વડોદરા નવા સાજ શણગાર સજી રહ્યું છે. 

    નીધિ દવે/ વડોદરા: શહેરમાં આવતીકાલ તરીખ 18/06/2022ના શનિવારના રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વડોદરા પધારી રહ્યા છે, ત્યારે એમના આગમનને વધાવવા માટે આખું વડોદરા નવા સાજ શણગારથીસજી રહ્યું છે. એ ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવવા શહેરના સહજ રંગોળી ગ્રુપ (Sahaj Rangoli Group) દ્વારા શહેરના જાણીતા ઇનોરબીટ મોલ (Inorbit Mall) અને સેન્ટર સ્કેવર (Centre Square Mall) મોલમાં નરેન્દ્ર મોદીની 30ft × 13ફft ની વિશાળકાય રંગોળી બનાવવામાં આવી છે. જેમાં ત્રણ દિવસની મહેનત વડે 150kg ના કલરના ઉપયોગથી કુલ 15 કલાકારો દ્વારા આ નયનરમ્ય રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી નિહાળવા શહેરના મેયર,ચેરમેન સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    સહજ રંગોળી ગ્રુપ (Sahaj Rangoli Group) દ્વારા બનાવાઈ ભવ્ય રંગોળી

    આ મહાકાય રંગોળી બનાવનાર કલાકારોમાં કમલેશ વ્યાસ, મીના વ્યાસ, તેજસ પટેલ, શ્રેય નિમ્બરક, પ્રજ્ઞા બેન્કર, પ્રેરણા વ્યાસ, નિહારિકા રાઠોડ, રચના સોની, નીના જોશી, જ્યોતિ પટેલ, હેમા જોશી, ગૌતમી ચૌહાણ, સીમા પરમાર, રોહિણી જાધવ છે. અંતરિક્ષમાં ડગ માંડતા હોય એવા થીમ પર ખાસ રંગોળી બનવવામાં આવી છે.

    મહાનગર પાલિકા દ્વારા આયોજીત રૂપિયા 243 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે.

    વડાપ્રધાન મોદી તા.18મીના રોજ માં પાવાગઢવાળીના આશીર્વાદ લીધા બાદ વડોદરા પધારશે જ્યા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.ત્યાર બાદવડોદરામાં મહાનગર પાલિકા દ્વારા આયોજીત રૂપિયા 243 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે.સાથે સાથે સગર્ભાઓ તેમજ મહિલાઓના પોષણની કાળજીને લઈ આરોગ્ય સાચવનારી સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ બે નવીન યોજનાઓનું પણ લોકાર્પણ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રિ માતૃ શક્તિ યોજના અને પોષણ સુધા યોજનાનું પણ લોકાર્પણ કરશે.

    આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1 લાખ 41 હજાર પરિવારોને મળશે ઘરનું ઘર

    ઇનોરબીટ મોલ (Inorbit Mall) અને સેન્ટર સ્કેવરમાં બનાવેલ ભવ્ય રંગોળી જોહેર જન્તા પણ નિહાળી શકે છે .

    મોલનું સરનામું સારાભાઈ રોડ અલકાપુરી વડોદરા.

    મોલના સરનામાં માટે આ ફોટો પર ક્લિક કરો...

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, પીએમ મોદી, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन