Home /News /madhya-gujarat /

મોદીના ચાબખા- ગુજરાતની જનતા અડધો રોટલો ખાશે પરંતુ કોંગ્રેસને ઘુસવા નહી દે

મોદીના ચાબખા- ગુજરાતની જનતા અડધો રોટલો ખાશે પરંતુ કોંગ્રેસને ઘુસવા નહી દે

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, આ કોંગ્રેસીઓએ જૂઠાણાઓ ફેલાવવાની માઝા મૂકી દીધી છે. મોદીએ સલમાન નિઝમીના ટ્વિટરને લઈને કોંગ્રેસને આડા હાથે લઈ લીધી હતી.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, આ કોંગ્રેસીઓએ જૂઠાણાઓ ફેલાવવાની માઝા મૂકી દીધી છે. મોદીએ સલમાન નિઝમીના ટ્વિટરને લઈને કોંગ્રેસને આડા હાથે લઈ લીધી હતી.

બોડેલી: દેશના વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક મોદીએ આજે બોડેલીમાં સભા સંબોધી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મોદીએ સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, જે કોંગ્રેસને આખા દેશે વિદાય આપી દીધી છે તેને આ ગુજરાતની પ્રજા કોઇ કાળે નહીં પેસવા દે. ગુજરાતની પ્રજા અડધો રોટલો ખાઇને પણ કોંગ્રેસને ગુજરાતમાં પેસવા દેશે નહી. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, આ કોંગ્રેસીઓએ જૂઠાણાઓ ફેલાવવાની માઝા મૂકી દીધી છે. મોદીએ સલમાન નિઝમીના ટ્વિટરને લઈને કોંગ્રેસને આડા હાથે લઈ લીધી હતી. નરેન્દ્ર મોદીએ ટ્વિટને લઈને કહ્યું હતું કે, આ લોકો એટલા બધી નીચે જઈ ચૂક્યાં છે કે, તેની કોઈ સિમા નથી. આપણે ક્યારેય આપણા દુશ્મનને પણ પૂછતા નથી કે, તારી માં... કોણ છે અને તારો બાપ કોણ છે... તેવામાં કોંગ્રેસનો સલમાન નિઝમી મને પૂછે છે કે, તારી માં કોણ છે અને તારો બાપ કોણ છે. જોકે, આ પહેલા કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, અમે સલમાન નિઝમીને ઓળખતા પણ નથી.

તે ઉપરાંત મોદીએ આણંદમાં સભા ગર્જાવીને કોંગ્રેસ પર વાર કરવાના ચાલુ રાખ્યા. મોદીએ આ સભામાં ગુજરાતમાં થઈ રહેલા જંગી મતદાનની પ્રસંશા કરી અને તેમાં ભાજપની જીત દેખાઈ રહી હોવાની વાત કરી. અહીં પણ મોદીએ કોંગ્રેસના નેતાઓના નિવેદનોની ઝાટકણી કાઢીને કોંગ્રેસ ગુજરાતમાં નહીં આવે અને ભાજપ ફરીથી સત્તામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આજના દિવસે થઈ રહેલા જંગી મતદાનનો મોદીએ પોતાની આણંદની ચૂંટણી સભામાં સંબોધીને કહ્યું, પહેલા ચરણના મળેલા સમાચાર પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડીને આગળ વધશે એવું લાગી રહ્યું છે. જૂના આંકડા દર્શાવે છે કે જ્યારે જંગી મતદાન થયું છે તેનો ફાયદો ભાજપને થાય છે. પણ આ વખતે ગુજરાતમાં થયેલા આંદોલનોની અસર પણ આ મતદાની આંકડા પર થઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે. અરે તમે આ દેશને રડાવ્યો છે હવે તમારો રડવાનો વારો છે, તમે આ દેશના ગરીબોને રડાવ્યા છે હવે તમારો રડવાનો વારો છે અને જેમણે જેમણે દેશના સામાન્ય માનવીને રડાવ્યો છે એને હું રડાવીને જ જમ્પીસ.

નરેન્દ્ર મોદીની બોડેલીની સભાના મુદ્દા
-કેમ છો બધા કરીને સભાની શરૂઆત કરી
-આપણા નરેન્દ્રભાઇ બોડેલીમાં સાઇકલ લઇને ફરતા હતા
-મારૂ એ સૌભાગ્ય રહ્યુ કે, વર્ષો સુધી સમાજ સેવામાં વ્યસ્ત રહ્યો
-દેશનો પહેલો વડાપ્રધાન હોઇશ જેને 400થી 450 જિલ્લામાં રાતવાસો કર્યો હોય
-પહેલો વડાપ્રધાન હોઇશ જેને દેશના હજારો ગામડા જાતે ખુદ્યા હોય
-સામાન્ય માણસના સુખદુખ શું હોય તેને મને ખબર પડી છે
-રાજમહેલમાં રહેનારને આદિવાસીઓનું દુઃખ ન સમજાય
-જેમને એ ખબર ન હોય કે બટાકા ખેતરમાં થાય કે કારખાનામાં થાય
-હિન્દુસ્તાનમાં કોંગ્રેસને શોધવી હોય તો મહેનત પડે છે
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, નરેન્દ્ર મોદી

આગામી સમાચાર