વડોદરા: પ્રોપર્ટી માટેનો ખેલ, 72 કલાક રઝળ્યો મૃતદેહ

Network18 | News18 Gujarati
Updated: January 6, 2018, 7:19 PM IST
વડોદરા: પ્રોપર્ટી માટેનો ખેલ, 72 કલાક રઝળ્યો મૃતદેહ
મરેલો હાથી સવા લાખનો એવી કહેવત વડોદરામાં સાચી ઠરતી જોવા મળી છે...

મરેલો હાથી સવા લાખનો એવી કહેવત વડોદરામાં સાચી ઠરતી જોવા મળી છે...

  • Share this:
મરેલો હાથી સવા લાખનો એવી કહેવત વડોદરામાં સાચી ઠરતી જોવા મળી છે. જીવતા જીવ જે વ્યક્તિને પરિવારજનો, મિત્રોએ પોતાના ઘરમાં પણ ન રાખ્યા, તેના મૃત્યુ બાદ મૃતદેહ પર ત્રણ પક્ષ દાવો કરવા પહોંચી ગઇ હતી, અને મૃતદેહ પર વિવાદ એટલો ચાલ્યો કે મૃતદેહને અંતિમક્રિયા માટે 72 કલાક સુધી રઝડાવવામાં આવ્યો.

આ ઘટના વડોદરાના પ્રતાપગંજ વિસ્તારની છે. 39 વર્ષથી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર હેઠળ એવા શ્રદ્ધા મજમુદારનું હોસ્પિટલમાં જ મોત થયુ. જે બાદ ત્રણ ત્રણ સ્ટેક હોલ્ડર્સ મૃતદેહ પર દાવો કરવા પહોંચી ગયા. વાત કઇક એમ છે કે શ્રદ્ધા મજમુદારની મિલકત વડોદરા પોશ વિસ્તાર એવા પ્રતાપગંજમાં આવેલી છે. જેની કીંમત લાખો રૂપિયાની છે. જો કે શ્રદ્ધા મજમુદારનું પોતાનું કોઇ નહોતુ, અને તે માનસિક રીતે બીમાર હતા. ત્યારે તેમના મકાનમાં રહેતા એક ભાડુઆતે તેમની સારસંભાળ લીધી હતી, અને બાદમાં તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

તેમના મૃત્યુ બાદ તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરનાર તેમના મૃતદેહ પર દાવો કરવા પહોંચી ગયા. બીજી તરફ શ્રદ્ધા મજમુદારના પરિવારજનો પણ તેમના મૃતદેહના દાવા માટે પહોંચી ગયા, તો ત્રીજા દાવેદાર ખુદ હોસ્પિટલવાળા બન્યા. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યુ કે પ્રોપર્ટીનું ટ્રસ્ટ બનાવીને હોસ્પિટલને દાન કરવામાં આવશે. આમ ત્રણેય પક્ષના ઝઘડામાં મૃતદેહ 72 કલાક સુધી અંતિમક્રિયા માટે રઝડતો રહ્યો.

અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો, અને સરકારી વકીલની સલાહથી હોસ્પિટલ અધીક્ષકને લીગલ ગાર્ડિયન બનાવી ત્રણેય પક્ષોએ સાથે રહીને મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો. જો કે શ્રદ્ધા મજમુદારનો મૃતદેહ પંચમહાભુતમાં ભલે વિલિન થયો હોય, પરંતુ સંપત્તિનો વિવાદ હજુ પણ ત્યાંનો ત્યાં જ છે.
First published: January 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...