Home /News /madhya-gujarat /Vadodara: કિકબોક્સિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરાના ખેલાડીઓએ ડંકો વગાડ્યો; આટલા મેડલ જીત્યા

Vadodara: કિકબોક્સિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરાના ખેલાડીઓએ ડંકો વગાડ્યો; આટલા મેડલ જીત્યા

ચેન્નઈમાં

ચેન્નઈમાં કીક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના 3 ખેલાડીઓએ ડંકો વગાડ્યો...

ચેન્નઈ ખાતે કિકબોક્સિંગ નેશનલ ચેમ્પિયનશિપના વિજેતા ખેલડીયોનું વડોદરા રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ચેમ્પિયનશિપમાં 1500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા વડોદરાના 3 ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે.

    Nidhi Dave, Vadodara: ચેન્નઈ ખાતે કિકબોક્સિંગ નેશનલ ચેમ્પિયનશિપના વિજેતા ખેલડીયોનું વડોદરા રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ચેમ્પિયનશિપમાં 1500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. એમાં વાકો ગુજરાતના 11 કિકબોક્સેરો એ ભાગ લિધો હતો. જેમા વડોદરાના 3 ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. તારીખ 18 ઓગષ્ટથી 22 ઓગષ્ટ દરમિયાન વાકો ઈન્ડિયા કિકબોક્સિંગ ફેડરેશન દ્વારા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, ચેન્નઈ ખાતે "સિનિયર્સ એન્ડ માસ્ટર્સ નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ"નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ ચેમ્પિયનશિપ તારીખ 18 ઓગષ્ટથી 22 ઓગષ્ટ દરમિયાન વાકો ઈન્ડિયા કિકબોક્સિંગ ફેડરેશન દ્વારા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, ચેન્નઈ ખાતે "સિનિયર્સ એન્ડ માસ્ટર્સ નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ\"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં 1,500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. એમાં વાકો ગુજરાતના 11 કિકબોક્સેરો એ ભાગ લિધો હતો. જેમા વડોદરાના 3 ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. કુલ 3 ગોલ્ડ મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. અને ગુજરાતની સાથે સાથે વડોદરા શહેરનું નામ રોશન ર્ક્યું હતું.

    આ પણ વાંચો: બરોડા મહિલા ક્રિકેટ ટીમને આગામી સિઝન માટે મળી સ્પોન્સરશિપ: ટીમની જર્સી પર દેખાશે આ લોગો

    કિકબોક્સિંગ ફેડરેશના પ્રેસિડન્ટ સિદ્ધાર્થ ભાલેઘરે જણાવ્યું કે, કિક બોક્સિંગ ચેમ્પિયનશિપનું લેવલ ઘણું વધારે હતું, જેથી ટકકરની સ્પર્ધા ખેલાડીઓમાં જોવા મળી હતી. આ ચેમ્પિયનશિપમાં આખા ભારતમાંથી કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. આટલા મોટા પ્રમાણમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો અને એવામાં ખાસ ગુજરાતમાંથી વડોદરા શહેરના ત્રણ ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કર્યો એ વડોદરા શહેર માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય.
    First published:

    Tags: India Sports

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन