વડોદરા: શહેરમાં કોરોનાનાં કેસો ખૂબ જ ઝડપી વધી રહ્યા છે. તો તેવામાં વડોદરા રેલવે સ્ટેશન દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે રેલવે સ્ટેશન ઉપર અને પ્લેટફોર્મ ઉપર લોકોની ભીડ નિયંત્રીત કરવા માટે વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટમાં ભાવ વધારો તાત્કાલીક અમલ અમલથી સુચવ્યો છે.
વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરાયેલા વધારાના પગલે હવે વડોદરા રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના રૂપિયા 30 વસુલાશે. જયારે અન્ય રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટના દર રૂપિયા 20 કરવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ ટિકિટના નવા દરો આગામી તારીખ 31 મી જાન્યુઆરી,2022 સુધી અમલમાં રહેશે. બીજી લહેર વખતે પણ ટિકિટના દરો વધારવામાં આવ્યા હતા.
આગમી 31મી જાન્યુઆરી, 2022 સુધી પ્લેટફોર્મ ટિકિટના ભાવ અમલી રહેશે. જેમાં વડોદરા રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂ 30 વસુલાશે, જયારે છાયાપુરી, ગોધરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના રૂ. 20 વસુલાશે. જયારે અન્ય રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના રૂ. 10 વસુલાશે.
17મી માર્ચ 2020ના રોજ પ્લેટફોર્મ ટિકિટ રૂ. 50 રેલવે દ્વારા કરવામા આવ્યા હતા. ત્યારબાદ તા. 26 મી માર્ચ 2021 ના રોજ પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂ. 30 કરવાનો નિર્ણય રેલવે દ્વારા લેવામાં આવ્યો હતો. જયારે 24મી નવેમ્બર 2021ના રોજથી વડોદરા ડિવિઝનમાં પ્લેટફોર્મ ટિકિટ રૂ. 10 કરવામાં આવી હતી. જયારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે 11મી જાન્યુઆરી 2022ના રોજથી ભીડ નિયંત્રણ કરવા માટે પુનઃ વડોદરા રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારીને રૂ. 30 કરવામાં આવ્યો છે.
વધતા જતા કોરોનાના ચેપને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો અને પ્લેટફોર્મ ૫૨ મુસાફરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ માહિતી પૂરી પાડી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર