Home /News /madhya-gujarat /Hanuman Jayanti 2022: વડોદરામાં હનુમાન જયંતિ નિમિતે સૂરસાગર ખાતે અખંડ રામધૂનનું આયોજન

Hanuman Jayanti 2022: વડોદરામાં હનુમાન જયંતિ નિમિતે સૂરસાગર ખાતે અખંડ રામધૂનનું આયોજન

X
શહેરીજનોને

શહેરીજનોને અખંડ રામધુનમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ....

આઠમના રોજ પરમ પૂજ્ય 1008 દ્વારકેશલાલજી દ્વારા રામધુનની શરૂઆત કરવામાં આવશે. તથા 16મી એપ્રિલે રામધુની પુર્ણાહુતી કરવામાં આવશે. હનુમાન જયંતીના દિવસે સાંજે 4:30 કલાકે સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવેલ છે.

વડોદરા: આગામી દિવસોમાં હનુમાન જયંતી (Hanuman Jayanti) આવી રહી છે. તો હનુમાન જયંતી નિમિત્તે વડોદરા શહેરના સૂરસાગર (Sursagar) ખાતે આવેલ હઠીલા હનુમાનજીના મંદિર ખાતે અખંડ રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હનુમાન જયંતિના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. ચૈત્ર સુદ અષ્ટમી આઠમના દિવસે તારીખ 9મી એપ્રિલથી 16મી એપ્રિલ સુધી અખંડ રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તદુપરાંત આઠમના રોજ પરમ પૂજ્ય 1008 દ્વારકેશલાલજી દ્વારા રામધુનની શરૂઆત કરવામાં આવશે. તથા 16મી એપ્રિલે રામધુની પુર્ણાહુતી કરવામાં આવશે. હનુમાન જયંતીના દિવસે સાંજે 4:30 કલાકે સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવેલ છે. સૌ શહેરીજનોને રામધુનમાં તથા કથામાં પધારવા માટે હઠીલા હનુમાનજી મંદિરના દીપેન મહારાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
First published:

Tags: Vadodara, વડોદરા શહેર, હનુમાન જયંતિ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો