Home /News /madhya-gujarat /

દાંડી માર્ચના 92 વર્ષ પૂર્ણ થવાના અવસરે "સબરસ" કાર્યક્રમનું આયોજન

દાંડી માર્ચના 92 વર્ષ પૂર્ણ થવાના અવસરે "સબરસ" કાર્યક્રમનું આયોજન

કાર્યક્રમ દરમિયાન કલા ક્ષેત્રના વિવિધ કલાકારો પોતાની પોતાના પર્ફોર્મન્સ રજૂ કરશે

ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ એ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની (મિનિસ્ટ્રી ઓફ કલ્ચર) એક સ્વાયત્ત સંસ્થા છે, જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા દ્વારા શક્તિશાળી રીતે વ્યક્ત કરવામાં આવેલ અને આધુનિક ભારતીય નેતાઓ દ્વારા ભાર મૂકવામાં આવેલ સર્વગ્રાહી વિશ્વ દૃષ્ટ

વધુ જુઓ ...
  વડોદરા: ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (Indira Gandhi National Centre for the Arts) એ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની (મિનિસ્ટ્રી ઓફ કલ્ચર) એક સ્વાયત્ત સંસ્થા છે, જે ભારતીય સંસ્કૃતિ (Indian Culture and Traditions) અને પરંપરા દ્વારા શક્તિશાળી રીતે વ્યક્ત કરવામાં આવેલ અને આધુનિક ભારતીય નેતાઓ દ્વારા ભાર મૂકવામાં આવેલ સર્વગ્રાહી વિશ્વ દૃષ્ટિકોણનો પ્રચાર કરે છે.

  હાલમાં, વડોદરાનું રિજનલ સેન્ટર (પ્રાદેશિક કેન્દ્ર) અરૂપા લાહિરીના નેતૃત્વ હેઠળ છે. જેઓ કલા અને સંસ્કૃતિના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પાસાઓને સમાવતા IGNCA ના આ વિઝનને આગળ ધપાવવા માંગે છે. સંશોધન, પ્રકાશન, તાલીમ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને પ્રદર્શનના વિવિધ કાર્યક્રમો દ્વારા, IGNCA RCV કુદરતી અને માનવ પર્યાવરણના સંદર્ભમાં કલાને સ્થાન આપવા માંગે છે.

  આવતીકાલ 12 માર્ચના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજના પ્લેબોક્સ ઓડિટોરિયમ ખાતે યોજાનાર \"સબરસ\" કાર્યક્રમ ડૉ. સચ્ચિદાનંદ જોશીના ડિજિટલ અડ્રેસથી શરૂ થશે. એક પ્રખ્યાત લેખક, વિદ્વાન, કલાકાર અને IGNCA ના સભ્ય સચિવ, ત્યારબાદ પ્રાદેશિક નિયામક અરૂપા લાહિરી દ્વારા એક ખાસ કોન્સેપટ નોટ રજૂ કરવામાં આવશે. મુખ્ય અતિથિ, જાણીતા લેખક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પ્રો. ગુણવંત શાહ પ્રેક્ષકોને \"મહાત્મા ગાંધી : એક અસામાન્ય માણસ\" વાર્તાલાપ સાથે સંબોધશે.

  આ કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર, એમ.એસ યુનિવર્સિટીના પ્રોફેસર અંજલિ કરોલિયાના વરદ હસ્તે કરશે અને તેમના હાથથી વણાયેલા કાપડ પરના તેમના સંશોધન પર એક વાર્તાલાપ શેર કરશે અને ત્યારબાદ ફોટોગ્રાફર અનુજ અંબાલાલ દ્વારા “23 ગ્રામ ઓફ સોલ્ટ: રીટ્રેસિંગ ગાંધીઝ માર્ચ ટુ દાંડી” પર વ્યાખ્યાન-પ્રસ્તુતિ કરશે. આ ઉપરાંત મોહિનીઅટ્ટમ પરફોર્મન્સ મુંબઈના દિવ્યા વોરિયર દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે, ખાસ કરીને આ પ્રસંગ માટે ક્યુરેટેડ. પ્રદર્શનો, વર્કશોપ, પ્રવચનો અને પ્રદર્શન દાંડી માર્ચના 92 વર્ષ પૂરા કરશે. આ કાર્યક્રમ એમ.એસ.યુનિવર્સિટી પ્લે બોક્સ ઓડિટોરિયમ, પર્ફોર્મિંગ આર્ટસ વિભાગના પહેલા માળે, બપોરે 12 થી 2 વાગ્યા સુધી રહેશે.

  આ પણ વાંચો: 12 વર્ષના ભુલકાએ વડાપ્રધાન માટે ખાસ તૈયાર કરી અનોખી ભેટ

  આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી ગુણવંત શાહ, તેમજ અતિથિ વિશેષ તરીકે પ્રો. રતન પરિમુ , પ્રો. અંજલિ કરોલીયા તેમજ આંતરાષ્ટ્રીય ફિલ્મમેકર તુષાર ઉનડકટ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઈવેન્ટ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના સહયોગથી છે અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન ડો. રાજેશ કેલકર દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે. આ ઈવેન્ટના એન્કર શ્રીરાધા પોલ છે જે IGNCA વડોદરાના પ્રોજેક્ટ એસોસિએટ અને ધ્વની શાહ ઉપસ્થિત રહેશે.

  આ પણ વાંચો: રાજકોટ : સાહેબ તે મારી સામે જોઈ કતરાયો હતો, ગાળો ભાંડી હતી એટલે મે એને મારી નાખ્યો

  દાંડી કૂચ અથવા મીઠાનું સત્યાગ્રહ, ભારતમાં મોટી અહિંસક લડત નું નેતૃત્વ મોહનદાસ (મહાત્મા) ગાંધી દ્વારા માર્ચ-એપ્રિલ 1930માં કરવામાં આવ્યું હતું. કૂચ 12મી માર્ચ 1930ના રોજ શરૂ થઈ હતી અને સવિનય અસહકાર (સત્યાગ્રહ)ની વધુ મોટી ઝુંબેશમાં આ પહેલું કાર્ય હતું. ગાંધીજીએ ભારતમાં બ્રિટિશ શાસન સામે લડત ચલાવી હતી. જે 1931ની શરૂઆતમાં વિસ્તરી હતી અને ભારતીય નાગરિકોમાં ગાંધીજીને વ્યાપક સમર્થન મળ્યું હતું અને વિશ્વભરમાં નોંધપાત્ર ધ્યાન દોર્યું હતું.

  IGNCA વડોદરા ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ચાલી રહેલા \"આઝાદી કા અમૃત મહોત્સવ\" ઉજવણીના ભાગ રૂપે આ પ્રસંગની ઉજવણી કરે છે. કેન્દ્રએ કલા અને સંસ્કૃતિની સર્વગ્રાહી ઉજવણી દ્વારા આ ઐતિહાસિક ક્ષણને શ્રદ્ધાંજલિ આપવાનું પસંદ કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટને એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાના પર્ફોર્મિંગ આર્ટસ વિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन