Home /News /madhya-gujarat /

પિંકલાઈન પ્રોજેક્ટ: મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ડ્રાઇવિંગની તાલીમ અપાય છે

પિંકલાઈન પ્રોજેક્ટ: મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ડ્રાઇવિંગની તાલીમ અપાય છે

શહેરમાં

શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર કરવા નવી પહેલ...

મહિલાઓને સતામણી અને દુર્વ્યવહારથી બચાવવા માટે લેવામાં આવેલી પહેલને ધ્યાનમા રાખીને મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉઘોગાલય (Maharani China Chimnabai Stree Udhyogalay) દ્વારા પિંકલાઈન પ્રોજેક્ટ (The Pinkline Project) લોન્ચ કરવામાં આવ્યું.

    નિધિ દવે, વડોદરા: ભારત સરકાર (Indian Government) દ્વારા રિક્ષામાં મુસાફરી (Travelling) કરતી વખતે મહિલાઓને સતામણી અને દુર્વ્યવહારથી બચાવવા માટે લેવામાં આવેલી પહેલને ધ્યાનમા રાખીને મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉઘોગાલય (Maharani China Chimnabai Stree Udhyogalay) દ્વારા પિંકલાઈન પ્રોજેક્ટ (The Pinkline Project) લોન્ચ કરવામાં આવ્યું. આજે સંસ્થાના ટ્રસ્ટી રાધિકારાજે ગાયકવાડે પ્રોજેકટ અંગે વધુ માહિતી આપી.

    કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની સલામતી માટે રાંચી, ગુડગાંવ, ભુવનેશ્વર અને સુરત જેવાં શહેરોએ સફળતાપૂર્વક મહિલાઓ માટે ચાલતી ઓટો લોન્ચ કરી છે. વડોદરાના નાગરિકો, ખાસ કરીને શાળાઓ, વરિષ્ઠ નાગરિકોના ઘરો, સોસાયટીઓ અને ખાનગી રહેવાસીઓને સેવા આપવા માટે મહિલાઓને ડ્રાઇવિંગની તાલીમ આપવામાં આવી રહી છે. સાથે તેમની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવશે.

    આ પણ વાંચો: પૂર્વ કોમેડિયન બનશે પંજાબના નવા મુખ્યમંત્રી, જાણો ભાગવંત માનની સફર કેવી રહી

    મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને સુરક્ષા એ પિંકલાઈન પ્રોજેક્ટના બે મુખ્ય સૂત્ર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમારી મહિલા ડ્રાઇવરો શાળાના બાળકો અને બાદમાં મુસાફરોને શહેરની આસપાસ લઈ જઈને તેમને આત્મવિશ્વાસની એક ચિનગારી આપીને દર મહિને સન્માનજનક કમાણી કરી શકશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन